હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો માટે આ સમય થોડો મુશ્કેલ છે. ભૂતકાળમાં, શાહરૂખ ખાનની ‘પઠાણ’ સામે વિરોધના અહેવાલો આવ્યા હતા, ત્યારબાદ હવે રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘ગાંધી ગોડસે: એક યુદ્ધ’ પર હંગામો થયો છે. એટલું જ નહીં વાત એટલી હદે પહોંચી ગઈ છે કે હવે રાજકુમાર સંતોષીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. ધમકી મળ્યા બાદ સોમવારે રાજકુમાર સંતોષીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને સુરક્ષાની માંગ કરી હતી. તેમનું કહેવું છે કે માત્ર તેમનો જીવ જ નહીં પરંતુ પરિવારનો જીવ પણ જોખમમાં છે.
ગઈ કાલે સાંજે સ્પેશિયલ કમિશનર ઑફ પોલીસ દેવેન ભારતીએ મીડિયાને જણાવ્યું હતું કે રાજકુમાર સંતોષીએ પત્ર લખીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા વિશે જણાવ્યું હતું. તેમણે આ પત્રમાં વધારાની સુરક્ષાની વિનંતી કરી છે. રાજકુમાર સંતોષીએ મુંબઈના જોઈન્ટ પોલીસ કમિશનર સત્યનારાયણ અને પોલીસને પત્ર લખ્યો હતો તેમજ ફરિયાદ પણ કરી હતી. રાજકુમાર સંતોષીએ આ પત્રમાં કહ્યું છે કે તેણે 20 જાન્યુઆરીએ અંધેરી વિસ્તારમાં ફિલ્મની ટીમ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક જૂથ ત્યાં આવ્યું અને વિરોધ કરવા લાગ્યો અને હંગામો મચાવ્યો. જેના કારણે પ્રેસ કોન્ફરન્સ અધવચ્ચે જ અટકાવવી પડી હતી.
રાજકુમાર સંતોષીએ આ પત્રમાં વિરોધનું કારણ પણ જણાવ્યું છે, તેમણે જણાવ્યું કે આ હંગામા બાદ તેમને ધમકી આપવામાં આવી હતી. તેને એમ પણ કહેવામાં આવ્યું હતું કે તેણે પોતાની ફિલ્મની રિલીઝ અને પ્રમોશન બંધ કરી દેવું જોઈએ, નહીં તો પરિણામ ખરાબ આવશે. ડિરેક્ટર કહે છે કે તે ડરી ગયો છે. તેમની સાથે પરિવારનો જીવ પણ જોખમમાં છે. એટલા માટે પોલીસે તેમને સુરક્ષા પૂરી પાડવી જોઈએ અને આરોપીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ.
નોંધપાત્ર વાત એ છે કે આ ફિલ્મના ટ્રેલરની ખૂબ પ્રશંસા થઈ રહી છે, ફિલ્મમાં ચિન્મય માંડલેકર નાથુરામ ગોડસે બન્યા છે, દીપક અંતાણી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના રોલમાં છે. ‘ગાંધી ગોડસેઃ એક યુદ્ધ’ 26 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.
આ પણ વાંચો:આજે રિલીઝ થશે ‘ઓસ્કાર’ની ફાઈનલ લિસ્ટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ ઈવેન્ટ
આ પણ વાંચો:SS રાજામૌલીના જીવને ખતરો! રામ ગોપાલ વર્માએ સુરક્ષા વધારવાની આપી સલાહ
આ પણ વાંચો:વિવાદ બાદ પઠાણ ફિલ્મે એડવાન્સ બુકિંગના તમામ રેકોર્ડ તોડયા,જાણો