Not Set/ ડોક્ટરને પોતાને જ લાગ્યો બિમારીનો ડર, કામના ભારણથી કંટાળેલા તબીબે કેવું ભર્યું પગલું,વાંચો

અંતરિયાળ ગામોમાં તબીબોની ઘટ છે ત્યારે કમ્યુનિટી હેલ્થ સેન્ટરના એક ડોક્ટરે એવું કહીને રાજીનામું ધરી દીધુ છે કે તેમની પાસે એટલા બધા દર્દીઓ આવે છે કે તેમને પોતાને બિમારીનો ભોગ બનવું પડી શકે છે. અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં આવેલ સીએચસીમા 2 ડોક્ટરની નિમણુક કાઈમી માટે છે જેમાં અચાનક એક ડોક્ટરને ડેપ્યુટેશનમાં બાબરા સિવિલ  હોસ્પિટલમા 3 મહિના […]

Top Stories Gujarat Trending
jalyatra 4 ડોક્ટરને પોતાને જ લાગ્યો બિમારીનો ડર, કામના ભારણથી કંટાળેલા તબીબે કેવું ભર્યું પગલું,વાંચો

અંતરિયાળ ગામોમાં તબીબોની ઘટ છે ત્યારે કમ્યુનિટી હેલ્થ સેન્ટરના એક ડોક્ટરે એવું કહીને રાજીનામું ધરી દીધુ છે કે તેમની પાસે એટલા બધા દર્દીઓ આવે છે કે તેમને પોતાને બિમારીનો ભોગ બનવું પડી શકે છે.

અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં આવેલ સીએચસીમા 2 ડોક્ટરની નિમણુક કાઈમી માટે છે જેમાં અચાનક એક ડોક્ટરને ડેપ્યુટેશનમાં બાબરા સિવિલ  હોસ્પિટલમા 3 મહિના માટે મૂકવામાં આવ્યા તેની જગ્યા પર બીજા ડોકટરને મુકવામાં આવ્યા નહીં ફક્ત એકજ ડો.ઉપર તમામ કામગીરી આવી પડતા ડોકટર હતાશ થઈને તેને રાજીનામું આપી દીધું.

એક બાજુ રાજ્ય સરકાર મોટા મોટા દાવા કરે છે કે ગુજરાતમાં ગામે ગામ સુધી આરોગ્યની સેવાઓ પહોંચતી થઇ રહી છે,તો બીજી તરફ ખુદ સરકારી દવાખાનામાં જ ડોક્ટરોની કમીએ એવું વાતાવરણ ઉભું કર્યું છે કે ખુદ તબીબો પોતે જ કંટાળીને નોકરી છોડી દે.

ડોક્ટરને પોતાને જ લાગ્યો બિમારીનો ડર.

વડિયા સીએચસીમાં રોજની ઓપીડી 200 ઉપરની રહે છે બીજા ડોક્ટરની નિમણુક થશેની આશા સાથે બીજા ડોકટરે થોડો સમય માટે રાત દિવસ જોયા વગર પોતાની ફરજ બજાવતા રહયા આરામ હરામ થઈ ગયો અને અંતે બીજા કોઈ ડો.ની નિમણુક ન થતા નિસાસો નાખી  ડોકટરને લાગ્યું કે અહીં કોઈ બીજા ડો.નહીં આવે ને હું રાત દિવસ દર્દીઓની સેવામા ક્યાંક બીમારીનો ભોગ બનીશ એવું વિચારીને રાજીનામુ આપી વિદાય લીધી.

ડોકટરના અભાવથી લોકો પ્રાઇવેટ દવાખાના સહારે.

વડિયા સીએચસીમાં દર્દીઓ હેરાન પરેશાન થવા લાગ્યા ડોકટરના અભાવથી લોકોને ફરજીયાત પ્રાઇવેટ દવાખાનાનો સહારો લેવો પડે છે તેમજ વડિયા સીએચસીનું વહીવટી તંત્ર  ખોરંભવાના કારણે રોગી કલ્યાણની મિટિંગ યોજાઈ જેમાં પ્રાંતઅધિકારી,મામલતદાર,સરપંચપતિ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહીને વડિયા સીએચસીમા ડોકટરની નિમણુક કરવાની વાતો કરી હતી.
જ્યના છ કરોડ નાગરિકોના આરોગ્ય સેવા માટે રાજ્ય સરકાર ગંભીર નથી.

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ૭૩ સામુહિક આરોગ્ય કેન્દ્ર, ૨૧૯ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૯૪૮ પેટા આરોગ્ય કેન્દ્રની ઘટ છે. સાથે સાથે રાજ્યના ૩૦૦ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ૬૭ સરકારી હોસ્પિટલમાં ૧૬૫૩ જગ્યાઓ ખાલી એટલે કે, ૭૮ ટકા ડોક્ટરો વિના દવાખાનાઓમાં છેલ્લા પાંચ વર્ષ કરતા વધુ સમયથી દર્દીઓ હેરાન-પરેશાન થઈ રહ્યાં છે.

વિકાસના મોડલ સમા ગુજરાતની સાચી વાસ્તવિક્તા એ છે કે, ગુજરાત રાજ્યમાં માથાદિઠ આરોગ્ય ખર્ચમાં સૌથી ઓછો ખર્ચ સાથે પાછલા ક્રમાંકે છે. એક બાજુ રાજ્ય સરકાર અને આરોગ્ય તંત્ર સબસલામતની વાતો કરી રહ્યું છે. ત્યારે જિલ્લાઓમાં સ્વાઈન ફલુ, ટાઈફોડ, મેલેરિયા, ચીકનગુનીયા, શરદી-ખાંસી, તથા સાદા તાવ સહિતના અનેક કેસો મુખ્ય જિલ્લા આરોગ્ય
અધિકારીના ચોપડે નોંધાયા છે.