સાઉથની ફિલ્મ ‘RRR’ દુનિયાભરમાં જોરદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મે માત્ર બોક્સ ઓફિસ કલેક્શનના સંદર્ભમાં જ રેકોર્ડ બનાવ્યા નથી પરંતુ એવોર્ડની બાબતમાં પણ ઈતિહાસ રચ્યો છે. રસપ્રદ વાત એ છે કે, ફિલ્મની સફળતાની ફિલ્મના નિર્દેશક એસએસ રાજામૌલી એ પણ એટલી જ પ્રશંસા કરી છે. તેને માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઓળખ મળી. એસએસ રાજામૌલીની આ સફળતાને કારણે ભારતીય ફિલ્મ ઉદ્યોગના ઘણા દિગ્દર્શકો તેમને મારવાની યોજના બનાવી રહ્યા છે.
રામ ગોપાલ વર્માએ કર્યો હતો ખુલાસો
ડિરેક્ટર રામ ગોપાલ વર્માએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ડિરેક્ટરે લખ્યું, ‘એસએસ રાજામૌલી સર, કૃપા કરીને તમારી સુરક્ષા વધારી દો. ભારતમાં ફિલ્મ નિર્માતાઓનું એક જૂથ તમને મારવા માટે એક ટુકડી બનાવી રહ્યું છે. તેઓ તમારી સફળતાની ઈર્ષ્યા કરે છે. હું પણ આ ટીમમાં સામેલ છું… હું તમને આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે આ સમયે મેં ચાર ડ્રિંક્સ લીધા છે.
And sir @ssrajamouli , please increase ur security because there is a bunch of film makers in india who out of pure jealousy formed an assassination squad to kill you , of which I am also a part ..Am just spilling out the secret because I am 4 drinks down
— Ram Gopal Varma (@RGVzoomin) January 23, 2023
ઓસ્કાર શોર્ટલિસ્ટ ફિલ્મ
નિર્દેશક એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ અને બે ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ આપવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે ફિલ્મ ‘RRR’ને આ વર્ષે ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, આજે ‘ઓસ્કાર 2023’માં નોમિનેશન મેળવનારી ફિલ્મોની યાદી જાહેર કરવામાં આવશે. જો ફિલ્મ ઓસ્કાર 2023 નોમિનેશન લિસ્ટમાં સ્થાન મેળવે છે, તો તે ઓસ્કાર જીતવાની રેસમાં સામેલ થશે.
આ પણ વાંચો:વિવાદ બાદ પઠાણ ફિલ્મે એડવાન્સ બુકિંગના તમામ રેકોર્ડ તોડયા,જાણો
આ પણ વાંચો:એક પિતાની પોતાની દીકરી માટે લડાઈ, રુવાડા ઉભા કરી દેશે અજય દેવગનની ‘ભોલા’!
આ પણ વાંચો: નવાઝુદ્દીન સિદ્દીકીની પત્નીએ પોલીસ પ્રશાસન પર ઉઠાવ્યા સવાલ, પૂછ્યું- શું મને આ રીતે ન્યાય મળશે!
