આ વર્ષે વાવાઝોડાએ કેરી પકવતા ખેડૂતોને નિરાશ કર્યા છે ત્યારે નવસારીના ખેડૂતોએ એક એવી આધુનિક અને વાવાઝોડા અને વાતાવરણ સાથે બાથ ભીડતી કેરી જાતની વાવણી કરી રહ્યા છે જેમાં મહેનત ઓછી અને ફાયદો વધુ છે.
નવસારીમાં આવેલી કૃષિ યુનિવર્સિટી દેશ અને વિદેશ સ્તરના કૃષિ સંશોધનો કરીને ખેડૂતો માટે આશીર્વાદ રૂપ કાર્ય કરી રહ્યા છે કોઈપણ એગ્રીકલ્ચર પ્રોડક્ટ પર સંશોધન કરીને તેની આધુનિક જાત વિકસાવા સહીત તેનું માર્કેટ કઈ રીતે કરાય તેનું પણ ગાઈડન્સ યુનિવર્સિટી આપે છે આશરે 20 વર્ષ પહેલાં વલસાડના પર્યા ફાર્મ ખાતે પ્રાથમિક રીતે સંશોધિત થયેલી એક કેરીની જાત જે ભારે વરસાદ પવન અને તોફાન સામે પણ ટક્કર ઝીલીને અડીખમ રહીને ખેડૂતો ને ફાયદો અપાવે છે અને બગડતી નથી. ત્યારે એમાં વધુ સંશોધનો કરી નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા એક કેરી ની જાત વિકસાવવામાં આવી અને જેનું નામ સોનપરી કેરી આપવામાં આવ્યું સામાન્ય રીતે કોઈપણ પણ ફળમાં સડો લાગે તો ફળ માખી ઉતપન્ન થાય છે પણ આ પાકમાં ફળમાંખી જોવા મળતી નથી આશ્ચર્યજનક વાત છે કે ખેડૂતો પાસે પ્રથમ વખત આવેલી આ કેરીને તેઓએ તેનો આકાર અને વજન જોઈને દેશી કેરી હોઈ શકે તેમ કહી તેને નકારી હતી પણ જ્યારે તે ને પાકતી જોઈ અને તેનો કલર સુવર્ણ જેવો આવી તેને ચાખ્યા બાદ અદભુત મીઠાશ ધરાવતી કેરીની ડિમાન્ડ એકાએક વધવા પામી છે.
હાલ પ્રગતિશીલ મહિલા ખેડૂતે પોતાના બે એકર ના ખેતરમાં સોનપરી કેરીના ઝાડ વાગ્યા છે અને આ વખતે દેશી પદ્ધતિથી ખેતી કરી ૧૦૦ મણ થી વધુનું પાક સોનપરી કેરીનો ઉતાર્યો છે. સામાન્ય રીતે બજારમાં મળતી કેરીનો ભાવ પાંચસો રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધી હો તો હોય છે પરંતુ આ કેરી બજારમાં બે હજાર રૂપિયાથી લઈને 10000 રૂપિયા સુધી પણ વેચાય છે.

દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો મોટાભાગે કેસર કેરી ની ખેતી કરવાનું પસંદ કરતા હોય છે કારણ કે તેનું માર્કેટ ઉંચું છે અને સારા ભાવો પણ મળે છે સાથે જ તેની ડિમાન્ડ ઓલટાઈમ હાઈ હોય છે પણ હાલમાં વિકસિત થયેલી સોનપરી કેરી જો કેસર ની બાજુમાં મૂકવામાં આવે અને તેને ચાખવામાં આવે તો કેસરને પણ ફીકી પાડતી હોય તેવો મીઠાસ ભર્યો સ્વભાવ કેરીનો રહેવા પામ્યો છે. નવસારી જિલ્લામાં ધીરેધીરે સોનપરી કેરીની માંગ વધી છે પરંતુ ગણતરીના ખેડૂતો જ આ પ્રકારની કેરીની ખેતી કરતા બજારમાં માંગ વધુ અને સપ્લાય ઓછું જોવા મળી રહ્યું છે. કૃષિ યુનિવર્સિટી ના માર્ગદર્શન હેઠળ ખેડૂતો દ્વારા આ કેરી વિકસાવવામાં આવી છે અને ખેડૂતોને સારા પરિણામ મળતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.

આ વખતે વાવાઝોડું આવતા મોટાભાગના ખેડૂતોને કેરીના પાક થી હાથ ધોવાનો વારો આવ્યો હતો પણ સોનપરી ની વિશેષતા છે કે તે કોઈપણ વિષમ પરીસ્થિતિમાં પણ બગડ્યા વગર ખરી પડતી નથિ જેથી ખેડૂતો ને આ પાક લેવામાં અનેક ફાયદા દેખાયા છે,સાથે આ કેરી પાકી ગયા બાદ પણ અનેક દિવસો સુધી બગડતી નથી જેથી આ વર્ષે ગ્રાહકોએ આવતા વર્ષના ઓર્ડર પણ ખેડૂતોને લખાવી દીધા છે આ કેરી માર્કેટમાં ધીરે ધીરે પોતાની જગા બનાવી રહી છે અને આગામી સમયમાં ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકોના મત મુજબ કેસર કેરીનું સ્થાન માર્કેટમાં આ કેરી ચોક્કસ લેશે.
