Surat News: સુરત (Surat) જીલ્લામાં ઈચ્છાપોર ગામમાંથી વિદેશી દારૂ (Liquor) ઝડપાવાની ઘટના સામે આવી છે. દારૂના જથ્થા સાથે 4 આરોપીઓને રૂપિયા 14 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપવામાં આવ્યો છે. દારૂ પ્રતિબંધ કાયદા હેઠળ ગુનો નોંધી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
સુરત જીલ્લામાં દારૂની રેલમછેલ થઈ રહી હોવાનું પોલીસની સામે આવ્યું હતું. સુરત જીલ્લાના ચોર્યાસી તાલુકામાં ઈચ્છાપોરમાંથી પોલીસે બાતમીના આધારે દારૂના જથ્થા સાથે 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂપિયા 14 લાખ 81 હજાર, 520 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માહિતી મુજબ આરોપીઓ ચોરી છૂપેથી દારૂનું વેચાણ કરતા હતા, તેમજ આરોપીઓ દારૂની હેરાફેરી પણ કરતા હતા. જેથી દારૂની હેરાફેરી ઇને વેચાણ રોકવા પોલીસે તપાસ શરૂ કરી હતી. પીસીબી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ જીલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલે ગોંડલ તાલુકામાં ભોજપુરા ગામમાં બાતમીના આધારે રામાપીર મંદિર પાસે વોચ રાખી હતી, દરમિયાન એક વાહન ત્યાંથી પસાર થઈ રહ્યું હતું. શંકાના આધારે એસએમસીએ પોલીસે પીકઅપવાનને ઝડપી 5 ઈસમોને ઝડપવાનો પ્રાસ કર્યો હતો. જોકે, 5 ઈસમો ત્યાંથી નાસી છુટ્યા હતા. એસએમસીએ દારૂની 1418 બોટલ કબ્જે કરી છે, જેની કિંમત રૂપિયા 4 લાખ 98 હજાર 707 રૂપિયા છે. વધુમાં એક પીકઅપ વાનને પણ ઝડપી છે જેની કિંમત રૂપિયા 3 લાખ થાય છે. કુલ 7 લાખ 98 હજાર 707 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
થોડા દિવસ અગાઉ સોલામાં એસ.જી.હાઈવે પર ભાગવત વિદ્યાપીઠ બ્રિજ નીચેથી કારમાં દારૂ ભરીને વઈ જવાતો હોવાની માહિતી એસએમસીના અધિકારીઓને મળી હતી. જેથી બાતમીના આધારે એસએમસીએ બ્રિજ પાસે જાળ બિછાવી હતી. જેમાં પોલીસે કાર અટકાવીને તેમાંથી રૂપિયા 2 લાખ 36 હજાર 700 ની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. પોલીસે દારૂ અને કાર મળીને કુલ રૂપિયા 10 લાખ 66 હજાર 700ની કિંમતનો મુદ્દામાલ ઝડપ્યો છે.
આ પણ વાંચો:બનાસકાંઠામાં દારૂના જથ્થા સાથે 6.70 લાખનો મુદ્દામાલ કબજે
આ પણ વાંચો:સોલામાં ભાગવત બ્રિજ નીચેથી દારૂના જથ્થા સાથે 10.66 લાખનો મુદ્દામાલ કબજે
આ પણ વાંચો:બનાસકાંઠામાં એલસીબીએ લાખો રૂપિયાનો દારૂ ઝડપ્યો
