Vadodara News/ વડોદરામાં કાઉન્સિલર પૂરગ્રસ્તોની મુલાકાત લેવા પહોંચ્યા, લોકોએ રોકડું પરખાવ્યું

વડોદરામાં તારાજી સર્જવાના ઘણા ફોટા અને વીડિયો આપણે જોયા. તારાજીથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. વડોદરા મહાનગરપાલિકાની નિષ્ક્રીય કામગીરી,

Top Stories Gujarat Vadodara

Vadodara News: વડોદરામાં (Vadodara) છેલ્લા 9 – 10 દિવસથી અતિભારે વરસાદે તારાજી સર્જી હતી. વિશ્વામિત્રી નદીમાં (Vishwamitri River) પૂર આવતા વડોદરા શહેરમાં લોકોના ઘરો, દુકાનો, ઓફિસોમાં પાણી ફરી વળ્યા હતા. એટલું જ નહીં, ઘરવખરીને નુકસાન થતાની સાથે જ મગરોનો ત્રાસ પણ ઝીલવો પડ્યો હતો. એવા પણ દિવસો જોવા મળ્યાં કે ઘરમાં પાણી હોય અને છત પર સૂવું પડે, કારણ કે ઘરમાં અને નીચે મગરો પાણીમાં ફરતા હોય.

વડોદરામાં તારાજી સર્જવાના ઘણા ફોટા અને વીડિયો આપણે જોયા. તારાજીથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. વડોદરા મહાનગરપાલિકાની નિષ્ક્રીય કામગીરી, અધિકારીઓ અને ઉપર સુધીનો ભ્રષ્ટાચારને લઈ શહેરીજનોમાં આક્રોષ ફેલાયો છે. સંસ્કારનગરી ‘મગરનગરી’ તરીકે ઓળખાવા લાગી એવું પ્રજાજનોનું માનવું છે. છેલ્લા કેટલાક દિવસથી શહેરના કોર્પોરેર, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય મનીષ વકીલ વગેરેની સામે હવે શહેરીજનોએ ફિટકાર વરસાવી છે.

મહિલા કાઉન્સિલર અને સ્થાનિકો વચ્ચે થોડી વાર રકઝક ચાલી.

મહત્વનું છે કે વોર્ડ નંબર 12ના ભાજપના મહિલા કાઉન્સિલર (Councior) ટ્વીંકલ ત્રિવેદી બોટમાં બેસી બિલ ગામના મઢી વિસ્તારની મુલાકાત લીધી હતી જ્યાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. પરંતુ તેઓએ જોયા જાણ્યા કે સાંભળ્યા વિના એવું કહી દીધું કે કંઈ પણ જોયા વિના મકાન લઈ લીધા? તો બીજી બાજુ પીડિતોએ જવાબ આપ્યો કે તમારી સત્તામાં જ મકાનોની મંજૂરી આપવામાં આવી છે.

અહીં કાઉન્સિલર તારાજી સર્જાયા બાદ અંતરિયાળ ગામની મુલાકાતે આવ્યા હતા. તેમણે સમસ્યા જાણવાનો પ્રયત્ન કર્યો હતો. તો ગ્રામજનોએ કહ્યું કે, છેલ્લા ઘણા સમયથી રોડ અને સ્ટ્રીટલાઇટની સમસ્યાઓ છે, પૂર આવ્યું છતાં કોઈ મદદે આવ્યું નથી. કોર્પોરેટરે કહ્યું કે થોડો ઘણો રોડ તૈયાર કર્યો છે તેમજ લાઈટની પણ પૂરતી વ્યવસ્થા કરી છે. પરંતુ અધિકારીઓ સાંભળતા નથી તેમ સ્થાનિકોનું કહેવું છેેેેેેેેેેેેે.

શરૂઆતમાં લોકોને મહિલા કાઉન્સિલર પાસે જતા રોકાયા.

સ્થાનિકોએ મહિલા કાઉન્સિલર પર વેરા અંગે પણ આક્રોષ વ્યક્ત કર્યો હતો. કાઉન્સિલરનું કહેવું છે કે આ વિસ્તાર ટી.પી. એટલે કે ટાઉન પ્લાનિંગમાં નથી આવતો. તો લોકોએ સામે જવાબ આપ્યો કે ટી.પી.માં નથી આવતો વિસ્તાર તો શા માટે 2018થી વેરો ઉઘરાવો છો?  2012થી અહીં રિંગ રોડ બનાવવાની પણ ચર્ચા કરાઈ હતી એનું શું થયું?

મહત્વનું છે કે 2018થી વેરો ભરતા સ્થાનિકોનું બિલ ગામ 2022માં જ વડોદરા કોર્પોરેશનમાં સમાવેશ થયો હતો. પરંતુ આ વિસ્તાર હજુ અલ્પવિકસિત છે. જેથી પૂરના પાણી ફરી વળતા મોટી હોનારત સર્જાઈ હતી. પાઈપલાઈન તેમજ પાણીના નિકાલની કોઈ સુવિધા ન હોવાથી લોકોને હજુ વરસાદ નથી તેમ છતાં જનજીવન અટકી ગયું છે. આટલા વર્ષો વેરો ભર્યો તેમ છતાં પાયાની સુવિધાથી વંચિત વડોદરાના લોકો હાલ કોઈને સાંભળવા તૈયાર નથી તેમ સ્થિતિ જોતા લાગી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં મોડીરાતથી સવાર સુધી વરસાદ, લોકોમાં ચિંતા અને ઉજાગરા

આ પણ વાંચો:વડોદરામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ કામની ચૂકવણી કરવામાં ન આવતા સફાઈ કામદારોનું વિરોધ પ્રદર્શન

આ પણ વાંચો:વડોદરામાં પૂરના પાણી ઓસર્યાના અઠવાડિયા પછી પણ બસ સેવા બંધ