Vadodara News/ વડોદરામાં પૂરના પાણી ઓસર્યાના અઠવાડિયા પછી પણ બસ સેવા બંધ

વડોદરામાં સર્વત્ર તારાજી જોવા મળી રહી છે ત્યારે વડોદરા કોર્પોરેશનની સિટી બસને પણ ભારે નુકસાન થયું છે. સાત દિવસ બાદ પણ સિટી બસ સેવા શરૂ થઈ શકી નથી. વડોદરામાં વિશ્વામિત્રી નદીના તોફાનથી તબાહી મચી ગઈ છે.

Gujarat Vadodara Breaking News

Vadodara News: વડોદરામાં સર્વત્ર તારાજી જોવા મળી રહી છે ત્યારે વડોદરા કોર્પોરેશનની સિટી બસને પણ ભારે નુકસાન થયું છે. સાત દિવસ બાદ પણ સિટી બસ સેવા શરૂ થઈ શકી નથી. વડોદરામાં વિશ્વામિત્રી નદીના તોફાનથી તબાહી મચી ગઈ છે.

કોર્પોરેશનની સિટી બસ કંપનીને મોટું નુકસાન થયું છે. જનમહેલમાં પાર્ક કરેલી 100 બસો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જેના કારણે 100 બસો રોકી દેવામાં આવી છે. વિનાયક લોજિસ્ટિક્સને એક કરોડનું નુકસાન થયું છે.

વડોદરામાં પૂરને 6 દિવસ થઈ ગયા છે. પૂરના પાણી ઓસર્યા છે પરંતુ તેની અસર હજુ પણ જોવા મળી રહી છે. 100 બસો તૂટેલી છે. જ્યારે સિટી બસ કચેરીના તમામ સાહિત્ય પલળી ગયું છે. ટિકિટ મશીનો ઉથલી ગયા છે. જન મહેલ સિટી બસ સ્ટેશન પર હજુ સુધી લાઈટો લગાવવામાં આવી નથી, જેના કારણે સિટી બસ સેવા શરૂ થઈ શકી નથી.

વડોદરાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા કહેવામાં આવી રહ્યુ છે કે હજી પણ કમસેકમ બીજા પખવાડિયા સુધી વડોદરામાં સિટી બસ સર્વિસ શરૂ થઈ શકે તેવી કોઈપણ પ્રકારની સંભાવના નથી. હાલમાં તો વડોદરામાં પાણી નિકાલ ઉપરાંત લોકોમાં રોગચાળો ન ફેલાય તેના પર અને બગડેલા રસ્તા રિપેર કરવા પર ધ્યાન આપવામાં આવી રહ્યુ છે જેથી વાહન વ્યવહાર પૂર્વવત્ થઈ શકે. તેથી શહેરી બસ વ્યવસ્થાને ફરીથી શરૂ થવામાં લાગનારો સમય વધી જાય તો પણ આશ્ચર્ય નહીં થાય. તેથી હજી પણ કેટલાક દિવસો સુધી વડોદરાના રસ્તાઓ પર સિટી બસો ફરતી ન જુઓ તો આશ્ચર્ય ન પામતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરાઃસિટી બસની અડફેટે વૃદ્ધાના મોતનો મામલો, સિટી બસ ચાલક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, રસ્તો ઓળંગી રહેલી વૃદ્ધાને સિટી બસે લીધી હતી અડફેટે, માંજલપુર નાકા નજીક સર્જાયો હતો અકસ્માત,

આ પણ વાંચો: વડોદરામાં આઈટીએમ વોક્લ યુનિવર્સિટીના બસ ચાલકની બેકરકા, જુઓ આ વીડિયો

આ પણ વાંચો: વડોદરાની ગતિશક્તિ યુનિ.માં એરોસ્પેસ સ્ટડીઝ માટે સેન્ટર ઓફ એક્સીલન્સ સ્થાપશે