Vadodara News: વડોદરા શહેર અને જિલ્લામાં આજે મોડી રાતથી સવાર સુધી વરસાદ પડ્યો હતો. જેમાં વડોદરા શહેરમાં મેઘરાજા મહેરબાન થતા હિલ સ્ટેશન જેવી સ્થિતિ છે. મોડી રાતથી સવાર સુધી પડેલા વરસાદના લીધે લોકોના ચહેરા પર ચિંતાની લકીરો ઉપસી આવી છે. કેટલાય લોકોએ રાતે ઉજાગરા કર્યા હતા. વડોદરામાં ઉપરવાસમાં વરસાદને કારણે આજે તળાવમાં પાણી ઘુસી ગયા છે. જેમાં આજવા તળાવનું લેવલ 212.15 ફૂટ અને પ્રતાપપુરા ડેમનું લેવલ પણ 225.22 ફૂટે પહોંચ્યું છે.

આ ઉપરાંત અમદાવાદમાં મોડી રાત્રિથી ઝરમર વરસાદ (Rain) શરૂ થયો છે. જેમાં સમગ્ર અમદાવાદમાં આખી રાતથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની (IMD) આગાહી મુજબ આજે પણ અમદાવાદમાં વરસાદ રહેશે. જેમાં અમદાવાદ ઉપરાંત ગુજરાતના અનેક જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ રહેશે. ગઇકાલે પણ દિવસભર ધીમી ધારે વરસ્યા બાદ સમીસાંજે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી.
વિશ્વામિત્ર નદીનું જળસ્તર 11.71 ફૂટે પહોંચી ગયું છે. રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના વરસાદના આંકડા મુજબ વડોદરામાં 34 મિમી, સાવલીમાં 46 મિમી, ડભોઈમાં 16 મિમી, વાઘોડિયામાં 15 મિમી, ડેસરમાં 67 મિમી, પાદરામાં 25 મિમી અને સિનોરમાં 22 મિમી અને કર્ઝનમાં 71 મિમી વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ વરસાદ કરજણમાં 71 મી.મી. જ્યારે સૌથી ઓછો વરસાદ ડભોઈમાં 16 મી.મી. વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ઓસર્યા નથી, નવા વરસાદે ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સવારથી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

વડોદરા અને ઉપરવાસમાં વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આજવા તળાવમાંથી પાણી છોડવાને કારણે વિશ્વામિત્રી નદી છલકાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જોકે, પૂરથી પ્રભાવિત ઘણા વિસ્તારોમાંથી પાણી ઓસર્યું નથી. લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
આ પણ વાંચો: વડોદરામાં વરસાદે મચાવ્યો કહેર, વિશ્વામિત્રી નદીના મગર વસ્તીમાં ફરવા નીકળ્યા
આ પણ વાંચો: વડોદરામાં વરસાદથી બધે અસરઃ RTOની કામગીરી સુસ્ત
આ પણ વાંચો: વડોદરામાં વરસાદી વિરોધ : લોકોએ ગંદા પાણીમાં બેસી કરી સ્વચ્છતા અને સુવિધાની માગ
