Gujarat Weather/ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, આગામી સપ્તાહ તાપમાન ઘટશે

જેના કારણે સવારે હળવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. બપોરે તાપમાનનો પારો ઊંચો જોવા મળે છે.

Top Stories Gujarat

Gujarat Weather News: હવામાન (Weather) નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) વધુમાં જણાવ્યું હતું કે 27 ફેબ્રુઆરીથી મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા છે, જે 31 થી 25 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. તેમની આગાહી મુજબ, ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં મોટા ફેરફારો જોવા મળશે, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં. જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ, પોરબંદર અને કેશોદમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તેમજ અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે ગાંધીનગર, અમદાવાદ, સુરતમાં લઘુત્તમ તાપમાન 20 સેલ્સિયસ નોંધાયું છે.

આ ફેરફારને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં તીવ્ર ઠંડી (Cold) પડવાની શક્યતા છે. આગાહી બાદ, ખેડૂતો અને સામાન્ય લોકોને સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. માવઠાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ખેડૂતોને તેમના પાકને બચાવવા માટે જરૂરી પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે.

ગુજરાતમાં હીટવેવ ઓરેન્જ અને યલો એલર્ટ - Gujarat heat wave warning yellow and orange alert

અંબાલાલ પટેલની આ આગાહીને ગંભીરતાથી લેતા, વહીવટીતંત્ર પણ સતર્ક થઈ ગયું છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. નાગરિકોને માવઠા દરમિયાન હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અને સલામતી જાળવવા અપીલ કરવામાં આવી છે.

દિવસનું તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જે પછી તાપમાન પણ 35 ડિગ્રીને પાર કરશે. દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠા સિવાય મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 35 ડિગ્રીથી ઉપર રહેશે. હવામાન વિભાગની (IMD) આગાહી મુજબ, અમદાવાદમાં આકાશ સ્વચ્છ રહેશે. આ સાથે, મહત્તમ તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચવાની ધારણા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફ પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે સવારે હળવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. બપોરે તાપમાનનો પારો ઊંચો જોવા મળે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હવામાન વિભાગઃ રાજ્યમાં ગરમીનો પારો વધશે, ગરમી સહન કરવા રહેજો તૈયાર

આ પણ વાંચો:આગામી સપ્તાહ ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે, તાપમાનમાં કોઈ ફેરફાર નહીં

આ પણ વાંચો:હવામાનમાં ફેરબદલ; ભારે પવન ફૂંકાશે, કરા પડશે, બરફવર્ષા અને વરસાદની ચેતવણી