Vadodara News: વડોદરામાં ભારે વરસાદના પગલે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ બનવા પામી. વરસાદે કહેર વરતાવતા નદીઓમાં પૂર આવ્યા. શહેરની વિશ્વામિત્રી નદીના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યા. આ નદીમાં રહેતા મગરો પણ પાણીના પ્રવાહ સાથે શહેરોમાં ધૂસી ગયા. ગઈકાલે રાત્રે વિશ્વામિત્રી નદી પાસેના અનખોલ ગામમાં એક લાંબો મગર ફળિયામાં ઘૂસી આવ્યો.
મહાકાય મગર જોતા સ્થાનિકો ગભરાયા. મગર માનવવસ્તીમાં ફરતો નીકળો જોતા લોકોમાં નાસભાગ મચી. જો કે એક જાગૃત નાગરિક દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી. અને સૃષ્ટિ નેચર ફાઉન્ડેશન ટીમ બનાવ સ્થળ પર દોડી આવી. ટીમે ફરવા નીકળેલા મગરને પકડવા રેસ્કયૂ ઓપરેશન હાથ ધર્યું. ટીમે પહેલા કોથળો ઢાંકી દીધો અને મગર તેમાંથી બહાર ના નીકળી શકે માટે ત્રણ યુવાનો એકસાથે મગર પર બેસી ગયા. તેના બાદ મગરને કોથળામાં બંધ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો.
હાલમાં રાજ્યમાં દરિયાકાંઠા ઉપરાંત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું જોર રહ્યું. ભારે વરસાદ થતાં નદીઓ અને ડેમ છલકાયા. શહેરી વિસ્તારોમાં પણ નદીના પાણી ફરી વળ્યા તેમાં કેટલાક સ્થાનો પર નદીમાં રહેતા પ્રાણીઓ પણ માનવ વિસ્તારોમાં ઘૂસી ગયા. મગર અને સાપ જેવા જીવો વરસાદી પાણીમાં અનેક સ્થાનો પર જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં પોલીસના નામે રૂપિયા પડાવતી ચાઇનીઝ ગેંગ ઝડપાઈ
આ પણ વાંચો: વડોદરામાં 4 વર્ષના બાળકનું મોત, ચાંદીપુરા વાયરસની અસર થયાની આશંકા
આ પણ વાંચો:અંબાજી પોલીસે 9.5 કિલો ચાંદી સાથે એક શખ્સને ઝડપી પાડ્યો
