NPS Rule Change: PFRD નેશનલ પેન્શન સિસ્ટમ સ્કીમમાંથી પૈસા ઉપાડવા માટે નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે. આ નિયમ 1 એપ્રિલથી લાગુ થશે. આ નિયમ હેઠળ કેટલાક દસ્તાવેજો આપવા ફરજિયાત રહેશે. જો સબ્સ્ક્રાઇબર્સ આ દસ્તાવેજો અપલોડ નહીં કરે તો તેઓ NPSમાંથી પૈસા ઉપાડી શકશે નહીં.
22 ફેબ્રુઆરીએ જારી કરાયેલા પરિપત્રમાં (NPS Rule Change) કહેવામાં આવ્યું છે કે સબસ્ક્રાઇબર્સને KYC દસ્તાવેજો આપવા ફરજિયાત રહેશે. PFRDA એ નોડલ અધિકારીઓ અને સબસ્ક્રાઇબર્સને આ દસ્તાવેજો ફરજિયાત અપલોડ કરવાની ખાતરી કરવા જણાવ્યું છે. જો આ દસ્તાવેજોમાં કોઈપણ પ્રકારની ભૂલ જોવા મળે છે, તો એનપીએસના પૈસા રોકી શકાય છે.
કયા દસ્તાવેજોની જરૂર પડશે
ઉપાડ કરતા પહેલા, તમારે ખાતરી કરવી આવશ્યક છે કે તમે NPS ઉપાડ ફોર્મ અપલોડ કર્યું છે કે નહીં. ઉપાડના ફોર્મમાં માહિતી ઓળખ કાર્ડ અને સરનામાના પુરાવા અનુસાર ભરવાની રહેશે. બેંક ખાતાના પુરાવા, PRAN અથવા કાયમી નિવૃત્તિ એકાઉન્ટ નંબર કાર્ડની નકલ પણ હોવી જોઈએ. જો આમાંથી કોઈ પણ દસ્તાવેજ અપલોડ ન થાય તો NPSમાંથી પૈસા ઉપાડી શકાશે નહીં.
આ રીતે કરો દસ્તાવેજો અપલોડ
- CRA સિસ્ટમ પર દસ્તાવેજો અપલોડ કરવા માટે લોગિન કરો.
- ઈ-સાઇન, ઓટીપી ઓથેન્ટિકેશનના આધારે લોગિન માટે વિનંતી મોકલી શકે છે.
- સરનામું, બેંક વિગતો, નોમિની વિગતો જેવી માહિતી વિનંતી દરમિયાન આપમેળે અપલોડ કરવામાં આવશે.
- હવે સબસ્ક્રાઇબરે વાર્ષિકી રકમ અને વિગતો પસંદ કરવાની રહેશે.
- આ પછી તમારું બેંક એકાઉન્ટ વેરિફાઈ કરવાનું રહેશે.
- ઓળખ અને સરનામાના પુરાવા, PRAN કાર્ડ અને બેંકના પુરાવા તરીકે KYC દસ્તાવેજો અપલોડ કરવા માટે પણ વિનંતી કરો.
- સ્કેન કરેલ દસ્તાવેજ અને સ્કેન કરેલ ફોટોગ્રાફ હોવો જોઈએ.
- સબ્સ્ક્રાઇબર આધારની મદદથી OTP પ્રમાણીકરણ અને ઈ-સાઇનનો ઉપયોગ કરીને પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.
NPSમાંથી પૈસા ઉપાડવાનો નિયમ શું છે
હાલમાં, NPS સબ્સ્ક્રાઇબર્સ કુલ કોર્પસના 60 ટકા સુધી એકમ રકમમાં ઉપાડી શકે છે. જ્યારે કોર્પસના 40 ટકાનો ઉપયોગ કરી શકાય છે. ધારો કે જો તમારી કુલ NPS કોર્પસ રૂ. 5 લાખ છે, તો પરિપક્વતા પૂર્ણ થયા પછી, ગ્રાહક આ રકમમાંથી 60% ઉપાડી શકશે. બીજી તરફ, જો તમે પાકતી મુદત પહેલા ઉપાડ કરો છો, તો તમારે કોર્પસના 80 ટકામાંથી વાર્ષિકી ખરીદવાની જરૂર પડશે.
