Business News/ સરકારનું મોટું પગલું…1 એપ્રિલથી મોંધુ થશે ટ્રેડિંગ…બદલાઇ રહ્યા છે આ નિયમો…

શેર બજારના ખેલાડીઓ માટે નવા નાણાકીય વર્ષ ની શરુઆત ખિસ્સા પર ભારે પડનાર છે. સરકારે STT Rates માં મોટો વધારો કરવાનો નિર્ણય લીધો છે…1 એપ્રિલથી…

Trending Business
STT Rates. શેર બજાર, ટ્રેડિંગ, સટ્ટાબાજી

Business News: સરકારે સટ્ટાબાજીની વધતી લતને નિયંત્રિત કરવા માટે સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સના દરમાં (Security Transaction Tax, STT Rates) મોટો વધારો કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય બજેટ 2026-27 માં પ્રસ્તુત કરવામાં આવેલા આ પરિવર્તનો આગામી 1 એપ્રિલથી (STT Trading Rules, 1 April) દેશભરમાં ટ્રેડિંગ પ્લેટફોર્મ પર નજરે આવવા લાગશે!

STT rates. શેર બજાર, ટ્રેડિંગ, સટ્ટાબાજી

સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સના દર (STT Rates)માં મોટો વધારો

શેર બજાર (Stock Exchange)ના ખેલાડીઓ માટે નવા નાણાકીય વર્ષ ની શરુઆત ખિસ્સા પર ભારે પડનાર છે! જો તમે પણ એવા લોકોમાં સામેલ છો જે ફ્યુચર્સ અને ઓપ્શન્સ દ્વારા રાતોરાત નફો કરવાનું સપનું જોઇ રહ્યા છો તો તમારી રણનીતિ તમારે બદલવી પડશે. સરકારે સટ્ટાબાજીની વધતી લતને નિયંત્રિત કરવા માટે સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સના દરમાં (Security Transaction Tax, STT Rates) મોટો વધારો કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય બજેટ 2026-27 (Budget 2026-27)માં પ્રસ્તુત કરવામાં આવેલા આ પરિવર્તનો આગામી 1 એપ્રિલથી દેશભરમાં ટ્રેડિંગ પ્લેટફોર્મ પર નજરે આવવા લાગશે!

નફાનો ઘૂંટ કડવો કેમ કરી નંખાયો?

સરકારના આ સખત પગલાની પાછળનો આશય કોઈ ટેક્સ વસૂલવાનો નથી, પરંતુ નાના રોકાણકારોને બરબાદ થતા બચાવવાનો છે. વાસ્તવમાં બજાર નિયામક સેબી (SEBI)ના આંકડા દર્શાવે છે કે, ડેરિવેટિવ સેગમેન્ટ (Derivatives Segment)માં હાથ અજમાવનારા 10 માંથી 9 રોકાણકારોને કેવળ નુકસાન જ થાય છે! આ વધતા જાખમ અને સટ્ટાબાજીની પ્રવૃતિને લક્ષ્યમાં લઇને નાણા મંત્રાલયે ટેક્સની દિવાલ ઊંચી કરી દીધી છે! કર સચિવ અરવિંદ શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, ભારે-ભરખમ ટ્રેડિંગ વોલ્યૂમને જોતા આ મામૂલી વૃદ્ધિ જરુરી હતી જેથી માર્કેટમાં સ્થિરતા જળવાઇ રહે અને લોકો પોતાની મહેનતથી મેળવેલી કમાણી સટ્ટામાં ન ગુમાવે!

STT rates. શેર બજાર, ટ્રેડિંગ, સટ્ટાબાજી

તમારા ખિસ્સા પર કેટલી અસર થશે?

1 એપ્રિલથી લાગુ થનારા આ નવા દરો અંતર્ગત, ફ્યુચર સેગમેન્ટ (Future Segment)માં થનારી ખરીદ-વેચાણ પર લાગુ પડનારો ટેક્સ હવે 0.02 ટકાથી વધીને સીધો જ 0.05 ટકા થઇ જશે. આ ઉપરાંત, ઓપ્શન્સની વાત કરીએ તો પ્રીમિયમ પર લાગુ થતા શુલ્ક અને એક્સર્સાઇઝ ટેક્સ પણ 0.15 ટકાની નવી ઊંચાઇએ સ્પર્શી જશે! આને સીધો જ મતલબ છે કે, હવે દરેક ટ્રેડ માટે તમારે અગાઉની સરખામણીએ અઢી ગણા સુધી વધારે ટેક્સ ચૂકવવાનો રહેશે, જે અંતે તો તમારા ટોટલ નફા (Profit)ને ઓછો કરી દેશે!

બજારની ચાલ અને વિશેષજ્ઞોની સલાહ

એક તરફ જ્યાં ટેક્સ વધવાનો કોલાહલ છે ત્યાં બીજી તરફ બજારના હાલના વલણે અને તેજીએ સૌને ચોંકાવી દીધા છે! છેલ્લા સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને વૃદ્ધિ સાથે બંધ થયા હતા પરંતુ, એક્સપર્ટની ચેતવણી પણ સંભળાઇ રહી છે. જિયોજીત ઇન્વેસ્ટમેન્ટ્સ જેવી સંસ્થાઓનું માનવું છે કે, આ નિર્ણય એ લોકો માટે સકારાત્મક હોઇ શકે છે જે સીધા જ શેર્સ (ઇક્વિટી, Equity)માં રોકાણ કરે છે, કારણ કે, હવે લોકો જોખમી વિકલ્પો છોડીને સુરક્ષિત રોકાણો (Safe Investments)ની તરફ વળી શકે છે. જો કે, રુપિયા અને નિફ્ટીની ભવિષ્યની ચાલ શું હશે એ વિશે બજારમાં અટકળોનો દોર જારી છે!


આ પણ વાંચો:

આ પણ વાંચો: BSE સેન્સેક્સ,Nifty 50માં જોરદાર ઉછાળો, ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી બજારમાં તેજી

આ પણ વાંચો: બજાર ખુલતાની સાથે જ ધરાશાયી! BSE Sensex 1400 પોઈન્ટ તૂટ્યો, NSE Nifty 50 400 પોઈન્ટ ઘટ્યો