Not Set/ કેન્યાની રાજધાનીમાં ફાઈવ સ્ટાર હોટલ પર આતંકી હુમલો, ૧૧ના મોત

મંગળવારે કેન્યાની રાજધાની નૈરોબીમાં આતંકીઓએ ફાઈવ સ્ટાર હોટલના કાર્યાલય પર હુમલો કરી દીધો હતો. હોટલમાં વિસ્ફોટો અને ભારે ગોળીબારીનો અવાજ સાંભળવા મળ્યો હતો. આ હુમલામાં સીએનએનના જણાવ્યા પ્રમાણે ૧૧ લોકોના મૃત્યુ થાય છે. અચાનક થયેલા આ હુમલાને લીધે ભાગદોડ મચી ગઈ હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ હુમલો સોમાલિયાના ઇસ્લામી ચરમપંથી સંગઠન અલ-શબાબ દ્વારા કરવામાં અઆવ્યો […]

Top Stories World Trending
AP19015554244856 કેન્યાની રાજધાનીમાં ફાઈવ સ્ટાર હોટલ પર આતંકી હુમલો, ૧૧ના મોત

મંગળવારે કેન્યાની રાજધાની નૈરોબીમાં આતંકીઓએ ફાઈવ સ્ટાર હોટલના કાર્યાલય પર હુમલો કરી દીધો હતો. હોટલમાં વિસ્ફોટો અને ભારે ગોળીબારીનો અવાજ સાંભળવા મળ્યો હતો.

આ હુમલામાં સીએનએનના જણાવ્યા પ્રમાણે ૧૧ લોકોના મૃત્યુ થાય છે. અચાનક થયેલા આ હુમલાને લીધે ભાગદોડ મચી ગઈ હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ હુમલો સોમાલિયાના ઇસ્લામી ચરમપંથી સંગઠન અલ-શબાબ દ્વારા કરવામાં અઆવ્યો હતો. આ જ સંગઠને વર્ષ ૨૦૧૩માં પણ વેસ્ટગેટ મોલ પર હુમલો કર્યો હતો જેમાં ૬૭ લોકો મોતને ભેટ્યા હતા.

ચાર્લ્સ નાજેંગા નામના વ્યક્તિએ કહ્યું કે મેં જે નજરે જોયું હતું તે ઘણું ભયાનક હતું. પરિસરમાં ગોળીબારીનો અવાજ બે કલાક સુધી ગુંજી રહ્યો હતો. જે વિસ્તારમાં હુમલો થયો હતો ત્યાં અમેરિકન, યુરોપી અને ઘણા ભારતીયો વસવાટ કરે છે.જો કે હુમલાખોરની સંખ્યા વિષે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.

કેન્યાના રાષ્ટ્રીય પોલીસના પ્રમુખ સેફ બોઇનેટે આ હુમલા વિષે કહ્યું કે અમને ખબર છે કે હથિયારબંધ અપરાધીઓ હોટલમાં જ છે. વિશેષ બળ તેમનો સામનો કરી રહી છે. જો કે તેમણે એ વાતનો ખુલાસો નથી કર્યો કે આ હુમલામાં કેટલા લોકો ઘાયલ થયા છે અને કેટલા લોકોના મૃત્યુ થયા છે.

કેન્યાની હોસ્પિટલો પણ રક્તદાન કરવા માટે હાલ વિનંતી કરી રહી છે. એટલું જ નહી પરંતુ ઘણી ગાડીઓને પણ આગ લગાડી દેવામાં આવી હતી. કેન્યાની રાજધાની જોઇને એવું લાગી રહ્યું છે કે આ હુમલો સમૃદ્ધ કેન્યાઈ અને વિદેશી લોકોને નિશાનો બનાવીને જ કરવામાં આવ્યો હતો.