શપથવિધિ/ શપથવિધિ પછી મંત્રીઓને નવા વર્ષ સુધી ગાંધીનગર ન છોડવા સૂચના

શપથ લેનારા મંત્રીઓને નવા વર્ષ સુધી ગાંધીનગર ન છોડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. તેઓને મંત્રી તરીકેની ખાતાકીય વહેંચણીની સાથે તેમની જવાબદારીઓ પણ સમજાવવામાં આવનાર છે. 

Top Stories Gujarat
Bhupendra patel government શપથવિધિ પછી મંત્રીઓને નવા વર્ષ સુધી ગાંધીનગર ન છોડવા સૂચના

ગુજરાતની નવી સરકારના સીએમ અને કેબિનેટની આજે બપોરે બે વાગે શપથવિધિ છે. કેબિનટની પ્રથમ બેઠક શપથવિધિ પૂરી થયા પછી સાંજે જ યોજાશે. આ કેબિનેટ બેઠકમાં બધા મંત્રીઓના ખાતાની વહેંચણી કરવામાં આવે તેમ માનવામાં આવે છે. કુલ 24 મંત્રીઓ શપથ લેવાના છે અને તેમા કેટલાક કેબિનેટ અને કેટલાક રાજ્યકક્ષાના મંત્રી હશે. પણ આમા સૌથી મહત્વની વાત એ છે કે શપથ લેનારા મંત્રીઓને નવા વર્ષ સુધી ગાંધીનગર ન છોડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. તેઓને મંત્રી તરીકેની ખાતાકીય વહેંચણીની સાથે તેમની જવાબદારીઓ પણ સમજાવવામાં આવનાર છે.

શપથવિધિ બાદ સાંજે જ મળશે નવી કેબિનેટની બેઠક

ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધિ યોજાયા બાદ સાંજે નવી સરકારની પ્રથમ કેબિનેટની બેઠક મળશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવશે. જેમાં આઠ મંત્રીઓને કેબિનેટમાં સ્થાન અપાશે. તેમજ આઠ મંત્રીઓને રાજ્યકક્ષાના મંત્રીઓ બનાવાશે. ગઈકાલે જ મંત્રીમંડળમાં સ્થાન મેળવનારા ધારાસભ્યોને ટેલિફોનિક જાણ કરાઈ હતી. આ દરમિયાન ઘણા સંભવિત નામો સામે આવી રહ્યા છે, જેને મંત્રીઓની કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે.

આ ઉપરાંત વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે ત્રણ નામોની ચર્ચા થઈ રહી છે. તે નામોમાં શંકર ચૌધરી, ગણપત વસાવા અને રમણલાલ વોરાના નામ સામે આવી રહ્યા છે. તેમજ ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડનું નામ ચર્ચામાં આગળ છે. સરકારમાં યુવા, મહિલા અને અનુભવી ચહેરાના આધારે મંત્રીમંડળની રચના કરવામાં આવશે.

આ પણ વાંચોઃ

ગુજરાત કેબિનેટ/ભુપેન્દ્ર પટેલ સરકારમાં 24 સભ્યોનું હશે પ્રધાનમંડળ

BJP MLA/વિજયની સાથે ભાજપના વિધાનસભ્યોના ટેમ્પલ રનનો પ્રારંભ