Not Set/ મોરબી:ઉદ્યોગપતિ સાથે 1.69 કરોડની છેતરપીંડીનો મામલો,મહિલા સહીત અન્ય ત્રણ આરોપીને ઝડપી પાડવા કવાયત

મોરબી, મોરબીમાં ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી કરવાના કેસમાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. આ બન્ને શખ્સો પરપ્રાંતિય હોવાનું સામે આવ્યું છે. આ બન્ને શખ્સો પાસેથી પોલીસે 54.43 લાખ રોકડા, એક લેપટોપ અને 5 મોબાઈલ જપ્ત કર્યા છે. સાથે જ આ છેતરપિંડીના કેસમાં જે આરોપી સંડોવાયેલા છે. તેમને પકડવા માટે પોલીસે તજવીજ હાથધરી છે. આ ગુનો […]

Top Stories Gujarat Others
mantavya 255 મોરબી:ઉદ્યોગપતિ સાથે 1.69 કરોડની છેતરપીંડીનો મામલો,મહિલા સહીત અન્ય ત્રણ આરોપીને ઝડપી પાડવા કવાયત

મોરબી,

મોરબીમાં ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી કરવાના કેસમાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. આ બન્ને શખ્સો પરપ્રાંતિય હોવાનું સામે આવ્યું છે. આ બન્ને શખ્સો પાસેથી પોલીસે 54.43 લાખ રોકડા, એક લેપટોપ અને 5 મોબાઈલ જપ્ત કર્યા છે. સાથે જ આ છેતરપિંડીના કેસમાં જે આરોપી સંડોવાયેલા છે. તેમને પકડવા માટે પોલીસે તજવીજ હાથધરી છે.

આ ગુનો આચરનાર બે આરોપીઓને બિહાર માંથી મોરબી એલસીબી ટીમે ઝડપી લઇ ગણતરીના દિવસોમાં જ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

mantavya 256 મોરબી:ઉદ્યોગપતિ સાથે 1.69 કરોડની છેતરપીંડીનો મામલો,મહિલા સહીત અન્ય ત્રણ આરોપીને ઝડપી પાડવા કવાયત

પ્રાપ્ત વિગત મુજબ મોરબીના જેતપર ગામે રહેતા હિરેન ચંદુભાઈ અધારાએ રિલાયન્સ પેટ્રોલ પંપની ડીલરશીપ મેળવવા રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડ કંપની વેબસાઇટ પર કરી હોય તે વિગત આરોપીઓએ યેનકેન પ્રકારે મેળવીને પેટ્રોલ પંપની ડીલરશીપ અપાવી દેવાના બહાને અલગ અલગ મોબાઈલ નંબરમાથી ફોન કરીને રુ.એક કરોડ ઓગણ સિત્તેર લાખ પંચાવન હજાર બસ્સોની રકમ ઓળવી જઈ તેની સાથે છેતરપિંડી થયાનું જણાતા હિરેન અધારાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

mantavya 257 મોરબી:ઉદ્યોગપતિ સાથે 1.69 કરોડની છેતરપીંડીનો મામલો,મહિલા સહીત અન્ય ત્રણ આરોપીને ઝડપી પાડવા કવાયત

આ ગુનાનો ભેદ ઉકેલવા એલસીબીના પી.આઇ.આર.ટી.વ્યાસના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમના ચંદ્રકાંતભાઈ વામજા, સંજય, યોગીરાજસિંહ જાડેજા અને રવિરાજસિહ ઝાલાને આ ગુનાના આરોપીઓ બિહારમાં હોવાની બાતમી મળતાં જ એલસીબીની ટીમ બિહાર પહોંચી હતી.

mantavya 258 મોરબી:ઉદ્યોગપતિ સાથે 1.69 કરોડની છેતરપીંડીનો મામલો,મહિલા સહીત અન્ય ત્રણ આરોપીને ઝડપી પાડવા કવાયત

ત્યાંથી ગોપાલ મનોજસિંહ ભુમિહાર અને વીપુલ કુમાર રમાશ્રેયસિંગ ભુમિહાર, રહે.બને બિહારને ઝડપી લીધા હતા અને તેના કબજામાંથી ચોપન લાખ તેતાલીશ હજાર રૂપિયા રોકડા અને 1 લેપટોપ,5 મોબાઇલ, જુદી-જુદી બેંકના એટીએમ 33 કાર્ડ , તથા 6 પાસબુક , ચેક બુક નંગ મળી કુલ ૫૪ લાખ ૬૦ હજારનો મુદ્દામાલ કબજે કરેલ છે. આ બંને આરોપીઓની પૂછપરછમાં વધુ ત્રણ આરોપીઓના નામ ખૂલ્યા છે. જેને ઝડપી લેવા એલસીબી ટીમે ચક્રો ગતિમાન કર્યા છે.