Not Set/ હાર્દિક પટેલ કરશે ૧૦ રેલીઓ, શું છે યોજનાના કાર્યક્રમ વિષે જાણો

પાસના કન્વીનર  હાર્દિક પટેલે દિવાળી પછી મધ્ય ગુજરાત- સૌરાષ્ટ્રમાં ૧૦ સ્થળે રેલીઓ, સભાઓ યોજવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ચુંટણી જાહેર થાય તે પેહલાં પાટીદાર આંદોલનકારીઓ નામાંતની માંગણી સાથે ખેડૂતો અને બેરોજગારીના મુદ્દો ઉખડે તે રેલીઓના સુત્રો, પોસ્ટરોથી સ્પષ્ટ થઈ રહ્યું છે. હાર્દિક પટેલે જણાવ્યું કે, આ કોન્સેપ્ટથી પેહલીવાર ખેડૂતોને શહેરોમાં લઇ જઈશું, અમદાવાદન-સુરત  સહિતના મહાનગરોમાં […]

Top Stories
539801 17ph 2017 01 17t144426z1937449562rc18b66d0e40rtrmadp3india politics હાર્દિક પટેલ કરશે ૧૦ રેલીઓ, શું છે યોજનાના કાર્યક્રમ વિષે જાણો

પાસના કન્વીનર  હાર્દિક પટેલે દિવાળી પછી મધ્ય ગુજરાત- સૌરાષ્ટ્રમાં ૧૦ સ્થળે રેલીઓ, સભાઓ યોજવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ચુંટણી જાહેર થાય તે પેહલાં પાટીદાર આંદોલનકારીઓ નામાંતની માંગણી સાથે ખેડૂતો અને બેરોજગારીના મુદ્દો ઉખડે તે રેલીઓના સુત્રો, પોસ્ટરોથી સ્પષ્ટ થઈ રહ્યું છે.

હાર્દિક પટેલે જણાવ્યું કે, આ કોન્સેપ્ટથી પેહલીવાર ખેડૂતોને શહેરોમાં લઇ જઈશું, અમદાવાદન-સુરત  સહિતના મહાનગરોમાં કે જ્યાં અમારો સમાજ ગામડેથી આવીને વસ્યો છે. તે ખેડૂતોની સ્થિતિ શું છે તે સમજાવીશું.

૨૨ ઓકટોબર – વાઘોડીયામાં ખેડૂત, લુણાવાડામાં યુવા સંમેલન

૨૩ ઓકટોબર – અમદાવાદના માંડોલ પાટીદારો આક્રોશ રેલી

૨૪ ઓકટોબર – જામનગર પાસે કાલાવડામાંસંકલ્પ મહાસભા

૨૫ ઓકટોબર – ગઢડા પાસેના  માંડવધારમાં નવ પ્રસ્થાન સભા

૨૬ ઓકટોબર – ઉમરાળામાં ‘શહેરે પકડી ગામની વાટ’ સંવાદ

૨૭ ઓકટોબર – ખાંભામાં ‘ ખેડૂતોના દેવા માફી કરો’ સંમેલન

૨૮ ઓકટોબર – પાલીતાણા અને ગારીયાધારમાં યુવાક્રાંતિ સભા

૨૯ ઓકટોબર – ભાવનગરમાં પાટીદાર એકતાનો રોડ શો થશે

૩૧ ઓકટોબર –મોરબીમાં ‘એક શામ સરદાર કે નામ’ કાર્યક્રમ