Not Set/ કોરોના વિસ્ફોટને લઇ આરોગ્ય મંત્રીએ કહ્યું : અમે ચૂંટણી યોજી તો લોકોએ લગ્ન કર્યા, લોકોએ પણ ભૂલો કરી છે :

રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી પોતાની મર્યાદા નેવે મૂકીમે કોરોના અંગે હાસ્યાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં અમે ભૂલ કરી તો લોકોએ પણ ભૂલો કરી છે. નિયમો માત્ર સરકારે જ નથી તોડ્યા.

Gujarat Surat Trending
EDUCATION DEPART 1 કોરોના વિસ્ફોટને લઇ આરોગ્ય મંત્રીએ કહ્યું : અમે ચૂંટણી યોજી તો લોકોએ લગ્ન કર્યા, લોકોએ પણ ભૂલો કરી છે :

સુરત શહેર અને જીલ્લામાં કોરોના વાઈરસે અજગરી ભરડો લીધો છે. ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રીનું કોરોના અંગે  હાસ્યાસ્પદ નિવેદન બહાર આવ્યું છે. અત્રે નોધનીય છે કેરાજ્યમાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોનાએ રોકેટ ગતિએ દોડ મૂકી છે. અને સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં સુરત ની પરિસ્થિતિ અતિ ગંભીર બની છે. સુરત શહેર જાહે સીધુજ વુહાન સાથે સરખામણીમાં ઉતર્યું હોય તેમ સતત કેસમાં મોટો વધારો જવા મળી રહ્યો છે.

ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી પોતાની મર્યાદા નેવે મૂકીને કોરોના અંગે હાસ્યાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં અમે ભૂલ કરી તો લોકોએ પણ ભૂલો કરી છે. નિયમો માત્ર સરકારે જ નથી તોડ્યા. અમે ચૂંટણી યોજી તો લોકોએ લગ્ન કર્યા છે. હું માનું છું કે રેલીઓમાં સો. ડિસ્ટન્સ ન જળવાયું. અમે રેલીઓમાં ગયા, લોકો લગ્નમાં ગયા, અમારી જવાબદારી હતી, પણ લોકોએ પણ ભૂલો કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના સંક્રમણ મામલે સુરતની હાલત બદ થી બદત્તર બની રહી છે. આજ રોજ ગુજરાત ભાજપના પ્રદેશ પમુખ  સી આર પાટીલે પણ સુરત સિવિલ હોસ્પીટલની મુલાકાત લીધી હતી. અને દર્દીઓના સગાએ હોસ્પીટલમાં મળી અસુધીવ બદલ રોષ ઠાલવ્યો હતો.