Not Set/ RMC સંચાલિત પુસ્તકાલયોના સભ્યોને જુના મેગેઝીનો સસ્તા ભાવથી ખરીદી કરવાની ઓફર

કોરોના કાળમાં મોટાભાગના માતા-પિતાની ફરિયાદ હોય છે કે તેમના બાળકો વધારે ટેલિવિઝન કે મોબાઈલ સામે બેસી અને વધારે સમય સ્ક્રીન સામે વિતાવી રહ્યા છે. નાના  તો ઠીક પરંતુ આ સમયગાળામાં વર્ક

Gujarat Rajkot
rmc library 4 RMC સંચાલિત પુસ્તકાલયોના સભ્યોને જુના મેગેઝીનો સસ્તા ભાવથી ખરીદી કરવાની ઓફર

કોરોના કાળમાં મોટાભાગના માતા-પિતાની ફરિયાદ હોય છે કે તેમના બાળકો વધારે ટેલિવિઝન કે મોબાઈલ સામે બેસી અને વધારે સમય સ્ક્રીન સામે વિતાવી રહ્યા છે. નાના  તો ઠીક પરંતુ આ સમયગાળામાં વર્ક ફ્રોમ હોમના કારણે મોટેરાઓના સ્ક્રીન ટાઈમ પણ વધી રહ્યા છે, ત્યારે જો સમયનો સદુપયોગ કરવો હોયતો રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પુસ્તકાલયો દ્વારા તેના સભ્યો માટે અનોખી ઓફર આપવામાં આવી છે. જેનો લાભ મેળવનારને એક નહીં પરંતુ ઘણા લાભ થાય તેમ છે.

rmc library2 RMC સંચાલિત પુસ્તકાલયોના સભ્યોને જુના મેગેઝીનો સસ્તા ભાવથી ખરીદી કરવાની ઓફર

 

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રીમતી પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય, બહેનો તથા બાળકો માટેના ફરતા પુસ્તકાલય યુનિટ નં. ૧ અબે ૨ તથા દતોપંત ઠેગડી પુસ્તકાલય તથા મહિલા વાંચનાલય નાનામવા એક્ટીવીટી સેન્ટર તથા આંબેડકર ભવન પુસ્તકાલય તથા બાબુભાઈ વૈદ્ય લાઈબ્રેરીના સભ્યો માટે ગત વર્ષના જુના મેગેઝીનો તેની મૂળ કિમતના દાસ ટકા ભાવથી તા. ૧૦-૦૬-૨૦૨૧ થી તા. ૧૯-૦૬-૨૦૨૧ સુધી વેંચાણ કરવામાં આવશે.

rmc library 3 RMC સંચાલિત પુસ્તકાલયોના સભ્યોને જુના મેગેઝીનો સસ્તા ભાવથી ખરીદી કરવાની ઓફર

લાભ લેવા ઇચ્છતા સભ્યોને સોમવાર થી શુક્રવાર સવારે ૧૧:૦૦ વાગ્યા થી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધીમાં શ્રીમતી પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય, ૩૪ પ્રહલાદ પ્લોટ, કેનાલ રોડ તથા દતોપંત પુસ્તકાલય, શ્રોફ રોડ તથા બાબુભાઈ વૈદ્ય લાઈબ્રેરી, પેરેડાઈઝ હોલ સામે, ખાતેથી માળી શકશે. જે સભ્યોએ લાભ લેવા જણાવવામાં આવે છે.

kalmukho str 6 RMC સંચાલિત પુસ્તકાલયોના સભ્યોને જુના મેગેઝીનો સસ્તા ભાવથી ખરીદી કરવાની ઓફર