Not Set/ ગુજરાતમાં વરસાદના લીધે એક નેશનલ, ત્રણ સ્ટેટ સહીત કુલ ૧૯૭ માર્ગો બંધ કરાયા

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા સારા વરસાદના લીધે રાજ્યમાં એક યા બીજા કારણોસર દક્ષિણ અને મધ્ય ગુજરાતના નાના-મોટા ૧૯૭ માર્ગોને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જેમાં એક નેશનલ હાઈવે, ત્રણ સ્ટેટ હાઈવે અને નવ અન્ય માર્ગોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રાજ્યના દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં […]

Top Stories Gujarat Surat Others Trending
Due to the rains in Gujarat, a total of 197 roads were closed including one national and three states

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા સારા વરસાદના લીધે રાજ્યમાં એક યા બીજા કારણોસર દક્ષિણ અને મધ્ય ગુજરાતના નાના-મોટા ૧૯૭ માર્ગોને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જેમાં એક નેશનલ હાઈવે, ત્રણ સ્ટેટ હાઈવે અને નવ અન્ય માર્ગોનો સમાવેશ થાય છે.

Tapi Bridge ગુજરાતમાં વરસાદના લીધે એક નેશનલ, ત્રણ સ્ટેટ સહીત કુલ ૧૯૭ માર્ગો બંધ કરાયા

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રાજ્યના દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં સારો વરસાદ વરસી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતને તો મેઘરાજાએ રીતસરનું ઘમરોળી નાખ્યું છે. રાજ્યમાં પડેલા વરસાદના કારણે અનેક વિસ્તારના માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે. તેમજ અનેક માર્ગોને નુકશાન પણ પહોંચ્યું છે. જેના કારણે લોકોની સલામતી માટે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજયન નાના મોટા ૧૯૭ માર્ગોને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જણાવ્યા મુજબ એક નેશનલ હાઈવે, ત્રણ સ્ટેટ હાઈવે, નવ અન્ય હાઈવે અને ૧૮૪ પંચાયત હસ્તકના માર્ગો મળીને કુલ ૧૯૭ માર્ગોને તા. 12 જુલાઈના બપોરે ત્રણ કલાકે બંધ કરવામાં આવ્યા છે.

Tapi Bridge2 ગુજરાતમાં વરસાદના લીધે એક નેશનલ, ત્રણ સ્ટેટ સહીત કુલ ૧૯૭ માર્ગો બંધ કરાયા

આ યાદી મુજબ સૌથી વધુ નવસારી જિલ્લામાં ૭૭ માર્ગો બંધ કરવામાં આવ્યા છે, જેમાં એક સ્ટેટ હાઈવે, ચાર અન્ય હાઈવે અને ૭૨ પંચાયતના માર્ગોનો સમાવેશ થાય છે. નવસારી બાદ બીજા ક્રમે તાપી જિલ્લો છે. તાપી જિલ્લામાં એક નેશનલ હાઈવે, ત્રણ અન્ય હાઈવે અને 48 પંચાયતના માર્ગોનો સમાવેશ થાય છે. ત્યાર બાદ સુરત જિલ્લામાં 26 માર્ગો બંધ કરાયા છે તે તમામ પંચાયત હસ્તકના છે.

Tapi Bridge3 ગુજરાતમાં વરસાદના લીધે એક નેશનલ, ત્રણ સ્ટેટ સહીત કુલ ૧૯૭ માર્ગો બંધ કરાયા

આ પછી વલસાડ જીલ્લાનો નંબર આવે છે, વલસાડ જિલ્લામાં બે અન્ય હાઈવે અને 19 પંચાયતના માર્ગોનો સમાવેશ થાય છે. વલસાડ પછી ડાંગ જિલ્લામાં 19 માર્ગો બંધ કરાયા છે તેમાં બે સ્ટેટ હાઈવે અને 17 પંચાયતના માર્ગો છે. આ ઉપરાંત નર્મદા જિલ્લા અને ખેડા જિલ્લામાં એક એક માર્ગ બંધ કરવામાં આવ્યા છે. આ બંને માર્ગો પંચાયત હસ્તકના માર્ગો છે.