G20 Summit/ બાંગ્લાદેશના PM શેખ હસીના G-20 સમિટમાં ભાગ લેશે, PM મોદી સાથે થઈ શકે છે દ્વિપક્ષીય બેઠક!

ભારતમાં આવતા મહિને 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન G-20 સમિટ યોજાવા જઈ રહી છે. ઘણા દેશોના નેતાઓની સાથે બાંગ્લાદેશ પણ આ સમિટમાં ભાગ લેવા જઈ રહ્યું છે.

Top Stories World

ભારતમાં આવતા મહિને 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન G-20 સમિટ યોજાવા જઈ રહી છે. ઘણા દેશોના નેતાઓની સાથે બાંગ્લાદેશ પણ આ સમિટમાં ભાગ લેવા જઈ રહ્યું છે. બાંગ્લાદેશના પીએમ શેખ હસીના પોતે આ કોન્ફરન્સમાં ભાગ લેવાના છે. G-20 સમિટમાં ભાગ લેવા અંગે બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનર અંદાલિબ ઈલિયાસે જણાવ્યું કે, PM (શેખ હસીના) 9-10 સપ્ટેમ્બરે દિલ્હીમાં G-20 સમિટમાં ભાગ લેશે. અમે એવી પણ અપેક્ષા રાખીએ છીએ કે પીએમ મોદી અને પીએમ શેખ હસીના વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે.

 

 

દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે નવનિર્મિત ભારત મંડપમ કન્વેન્શન સેન્ટર ખાતે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ ભારતની અધ્યક્ષતામાં સમિટ યોજાઈ રહી છે. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાના અધિકારીઓ અને નેતાઓ 8 સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય રાજધાનીમાં આવવાનું શરૂ કરશે.