starlink in india/ એલોન મસ્કની સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસની ભારતમાં ધમાકેદાર એન્ટ્રી!આ કંપનીને આપશે ટક્કર

દેશના દૂરના વિસ્તારોમાં સરળતાથી ઈન્ટરનેટ ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે. સ્ટારલિંક 40 થી વધુ દેશોમાં કાર્યરત છે

Top Stories Tech & Auto
1 14 એલોન મસ્કની સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસની ભારતમાં ધમાકેદાર એન્ટ્રી!આ કંપનીને આપશે ટક્કર

એલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડતી કંપની સ્ટારલિંક ટૂંક સમયમાં ભારતમાં પ્રવેશવા જઇ રહી છે. અગાઉ કંપની પર લાઇસન્સ વિના સેવાઓ શરૂ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ આ વખતે એલોન મસ્ક તમામ સરકારી મંત્રાલયો પાસેથી મંજૂરી મેળવ્યા બાદ સ્ટારલિંક સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આનાથી Jio અને Airtelની મુશ્કેલીઓ વધી શકે છે, કારણ કે Airtel અને Jio બંને સેટેલાઇટ ઇન્ટરનેટની રેસમાં સામેલ છે. એરટેલ વન વેબ સાથે ભાગીદારીમાં સેટેલાઇટ સેવા શરૂ કરી રહી છે. Jio સેટેલાઇટ સેવા માટે લક્ઝમબર્ગની કંપની SES સાથે ભાગીદારી કરી રહી છે.

  ઉલ્લેખનીય છે કે કંપનીએ એવો દાવો કર્યો છે કે  સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાની ટોપ સ્પીડ 1.5 થી 2Gbps હોઈ શકે છે. આ સેવા માટે મોબાઇલ ટાવરની જરૂર રહેશે નહીં. તેનાથી દેશના દૂરના વિસ્તારોમાં સરળતાથી ઈન્ટરનેટ ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે. સ્ટારલિંક 40 થી વધુ દેશોમાં કાર્યરત છે. એલોન મસ્કની સ્ટારલિંગ સેવા Wi-Fi રાઉટર, પાવર સપ્લાય, કેબલ અને માઉન્ટિંગ ટ્રાઇપોડ સાથે આવે છે. આ રાઉટર સેટેલાઇટ સાથે જોડાયેલ રહે છે.

સ્ટારલિંકે વર્ષ 2021માં લાઇસન્સ વિનાની સેવા શરૂ કરી હતી.આ સેવા શરૂ કરતા પહેલા ગ્રાહકો પાસેથી પ્રી-ઓર્ડર તરીકે સિક્યોરિટી મની જમા કરવામાં આવી હતી. પરંતુ ભારત સરકાર તરફથી મંજુરી ન મળતા એલોન મસ્કને પ્રોજેક્ટ રોકવો પડ્યો હતો. આ ઉપરાંત ભારતીય ગ્રાહકોના પૈસા પણ પરત કરવાના હતા.

Jammu Kashmir/ કુપવાડામાં તૈનાત કરાયા CRPFના કોબરા કમાન્ડો, આતંકીને આપશે જડબાતોડ જવાબ

Parliament Special Session/ સંસદના વિશેષ સત્ર દરમિયાન પીએમ મોદીએ બોલાવી કેબિનેટની બેઠક