Jammu Kashmir/ કુપવાડામાં તૈનાત કરાયા CRPFના કોબરા કમાન્ડો, આતંકીને આપશે જડબાતોડ જવાબ

નક્સલ પ્રભાવિત વિસ્તારની જેમ જ આ વિસ્તારમાં અભિયાન ચલાવવામાં આવી શકે છે

Top Stories India
CRPFs CoBRA commandos deployed in JK કુપવાડામાં તૈનાત કરાયા CRPFના કોબરા કમાન્ડો, આતંકીને આપશે જડબાતોડ જવાબ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદી હુમલા બાદ CRPFએ કુપવાડામાં ઘાતક કોબરા કમાન્ડોની પહેલી બેચને તૈનાત કરી છે. CRPFના નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે નક્સલ પ્રભાવિત વિસ્તારની જેમ જ આ વિસ્તારમાં અભિયાન ચલાવવામાં આવી શકે છે. કોબરા કમાન્ડોની પહેલી બેચે તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના જંગલોમાં પ્રશિક્ષણ પુરૂ કર્યું છે.

2009માં કમાન્ડો બટાલિયન ફોર રેઝોલ્યુએટ એક્શન (CoBRA)ને નક્સલવાદીઓ પર કાબુ મેળવવા માટે અને તેની સામે લડવા માટે બનાવવામાં આવી હતી. 2009થી અત્યાર સુધીમાં પહેલીવાર તેને મધ્ય અને પૂર્વ ભારતથી હટાવી જમ્મુ-કાશ્મીર મોકલવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર CRPF ની કોબરાની ખાસ યુનિટને જમ્મુ કાશ્મીર મોકલવામાં આવી છે. આતંકવાદ વિરોધી અભિયાનમાં જરૂર પડી ત્યારે કોબરા ત્યાં હાજર સૈન્ય દળોની મદદ કરશે. જણાવી દઇએ કે કોબરા કમાન્ડોને જંગલ અને ગુરિલ્લા યુદ્ધમાં મહારત હાંસલ છે.

છેલ્લા કેટલાક સમયથી આતંકવાદીઓ હુમલાની પેટર્ન ચેન્જ કરી છે. આતંકવાદીઓ હવે જંગલો અને પહાડો પર સંતાઇને સુરક્ષા દળો પર હુમલો કરે છે. જંગલોમાં લડાઇ લડાવમાં મહારત હાંસલ કોબરા કમાન્ડો આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપી શકે છે.

બિહાર અને ઝારખંડમાં નક્સલી હુમલામાં ઘટાડો નોંધાયા બાદ કોબરા કમાન્ડોની કેટલીક યુનિટને આંશિક રીતે હટાવવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરના જંગલોમાં કોબરા કમાન્ડોની ટ્રેનિંગ છ મહિલા પહેલા શરૂ છઇ હતી. હવે આ ટ્રેનિંગ પુરી થઇ ગઇ છે અને કુપવાડમાં તૈનાત કરવામાં આવી છે.