જુનાગઢ/ ભોળાનાથની ભૂમિમાં ભોળા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ : મોરારી બાપુ

કથાકાર મોરારી બાપુએ જણાવ્યું હતું કે ભોળાનાથની ભૂમિમાં ભોળા મુખ્યપ્રધાનનું આવવું તે વાતને લઈને તેઓ ખૂબ આનંદિત થઈ રહ્યા છે.

Gujarat Others
મોરારી

હાલ મહાશિવરાત્રિનો પરંપરાગત મેળો જૂનાગઢ ખાતે ગિરનારની ગોદમાં ચાલી રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી બન્યા બાદ આજે પ્રથમ વખત ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢના ભવનાથના મહાશિવરા6ના મેળામાં પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જૂનાગઢના ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં અખાડા અને આશ્રમોના સંતો-મહંતોના આશીર્વાદ લઈ શ્રદ્ધાપૂર્વક જણાવ્યુ હતું કે, સંતો-મહંતો ભાવિકોને ભગવાને ચિંધેલા માર્ગ પર લઈ જાય છે. જણાવી દઈએ કે, રામાયણ કથાકાર મોરારી બાપુ પણ જોવા મળ્યા હતા. મોરારીબાપુ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને લઈને પોતાનો રાજીપો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત મુખ્યપ્રધાન સમક્ષ મુલાકાત થઇ છે. મુખ્યપ્રધાન બન્યા બાદ ટેલિફોનિક ચર્ચાઓ થવાના સંજોગો ઉભા થયા હતા. પરંતુ રૂબરૂ મળવાનો પ્રસંગ પ્રથમ વખત જૂનાગઢમાં થયો હતો.

મુખ્યપ્રધાન બન્યા બાદ ભુપેન્દ્ર પટેલ અને મોરારી બાપુ વચ્ચે ટેલિફોનિક વાતચીતના પ્રસંગો બન્યા હતા. પરંતુ ગઈકાલે ભવનાથમાં મોરારીબાપુ અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની પ્રથમ વખત મુલાકાત થઇ હતી. આ મુલાકાતને યાદગાર બનાવતા કથાકાર મોરારી બાપુએ જણાવ્યું હતું કે ભોળાનાથની ભૂમિમાં ભોળા મુખ્યપ્રધાનનું આવવું તે વાતને લઈને તેઓ ખૂબ આનંદિત થઈ રહ્યા છે. તેવો પ્રતિભાવ આપતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ તેમના ચહેરા પર સ્મિત લાવતા રોકી શક્યા ન હતા.

a 2 1 ભોળાનાથની ભૂમિમાં ભોળા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ : મોરારી બાપુ

મહત્વનું છે કે, મુખ્યમંત્રીએ બ્રહ્મલીન ભારતી બાપુની મૂર્તિ પ્રતિષ્ઠા, ષોડશી ભંડારા મહોત્સવમાં સહભાગી થઈ વધુમાં જણાવ્યુ હતુ કે, ભારતી આશ્રમમાં હંમેશાથી જ્ઞાતી, જાતિના ભેદભાવ વગર ભંડારો ચાલે છે અને આગળ પણ ચાલતો રહેશે. સંતોના આશીર્વાદ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રાપ્ત થયા છે. સંત સમાજ માટે વડાપ્રધાનને પણ વિશેષ આદર છે. એ કેડી પર ગુજરાતનુ શાસન ચલાવવું છે. અમારી સરકાર ટીમ વર્કથી કામ કરી રહી છે. છેવાડાના માનવી સુધી સરકારની યોજનાનો લાભ પહોંચે, નાનામા નાના માણસને કોઈ તકલીફ ન પડે તે ધ્યેયથી આગળ વધી રહ્યા છે. અમે આ રીતે જનતાની સેવા કરતા રહીએ તેવી શિવજીના ચરણમાં પ્રાર્થના કરું છું.

સંતો-મહંતોએ કર્યુ સન્માન

આ પ્રસંગે રામકથાકાર મોરારી બાપુ, આંતરરાષ્ટ્રીય મહામંત્રી જુના અખાડા મહંત હરીગીરીજી મહારાજ, અગ્નિ અખાડાના સભાપતિ મુક્તાનંદ બાપુ, મહંત ઉમાશંકર ભારતીજી મહારાજ, મહંત પ્રેમગીરીજી મહારાજ,  જેન્તીરામ બાપા સહિતના સંતો-મહંતોએ મુખ્યમંત્રીને નંસ પુષ્પમાળા, શાલ, સ્મૃતિચિહ્નથી સન્માન કર્યુ હતુ.

આ પ્રસંગે ઉદ્યોગ, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી જગદીશ પંચાલ, પશુપાલન અને ગૌસંવર્ધન રાજયમંત્રી દેવા માલમ, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા, જૂનાગઢ સાસંદ રાજેશ ચુડાસમા, પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જવાહર ચાવડા, ધારાસભ્ય ભીખા જોશી, જૂનાગઢ મહાનગરપાલિકા મેયર ગીતાબેન પરમાર, ડે.મેયર ગીરીશ કોટેચા જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ, શહેર ભાજપ પ્રમુખ પુનીત શર્મા, દિનેશ ખટારીયા, શૈલેષ દવે સહિતના પદાધિકારીઓ, અગ્રણીઓ, અધિકારીઓ અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

સીએમનો કાફલો જે રસ્તેથી પસાર થઇ ભારતી આશ્રમ જવાનો હતો તે રસ્તા પર લોકોની ભીડ ન થાય તે માટે આ રસ્તા પર આવતા નાનામોટા અન્નક્ષેત્રોમાં પોલીસે પડદા લગાવી દીધા હતા. એટલું જ નહિ સીએમ રૂટમાં આવતા ચકડોળ, ટોરાટોરા, બ્રેકડાન્સ, ડ્રેગન સહિતની રાઇડ્સના પૈડા થંભાવી દીધા હતા. છેક સીએમ રવાના થયા બાદ રાઇડસ ચાલુ થવા પામી હતી.

આ પણ વાંચો :માસ્કમાંથી મુક્તિ માટે હજુ જોવી પડશે રાહ ; સરકારનો મોટો નિર્ણય

આ પણ વાંચો :  આખરે બોર્ડ નિગમ માટે કવાયત શરૂ કરાઇ, યોગ્ય નેતાને જ મળશે સ્થાન

આ પણ વાંચો :ભરૂચના સાત વિદ્યાર્થીઓનું યુક્રેનથી સુખદ પુનરાગમન

આ પણ વાંચો :સરકારના રિવર લિંક પ્રોજેક્ટનો કરાયો વિરોધ, આદિવાસીઓને છે આ વાતનો ડર