Not Set/ સુરત મનપાનો કડક નિર્ણય, પાણી બગાડ કરનારા પર કરશે સખત કાર્યવાહી

રાજ્યમાં પાણીનો સંકટ વધી રહ્યો છે, ત્યારે પાણી બચાવવું ખૂબ જરૂરી બન્યુ છે. જે વાતને ધ્યાને લેતા સુરત મનપાએ પાણીનો બગાડ કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા પાંચ દિવસમાં 104 મિલકતદારોનાં નળ જોડાણો બંધ કરવામાં આવ્યા છે. સાત ઝોનમાં સ્કોડ બનાવી પાણીનો બગાડ કરનારા સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉનાળા દરમિયાન […]

Gujarat Surat
save water campaign 3073457 835x547 m સુરત મનપાનો કડક નિર્ણય, પાણી બગાડ કરનારા પર કરશે સખત કાર્યવાહી

રાજ્યમાં પાણીનો સંકટ વધી રહ્યો છે, ત્યારે પાણી બચાવવું ખૂબ જરૂરી બન્યુ છે. જે વાતને ધ્યાને લેતા સુરત મનપાએ પાણીનો બગાડ કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા પાંચ દિવસમાં 104 મિલકતદારોનાં નળ જોડાણો બંધ કરવામાં આવ્યા છે. સાત ઝોનમાં સ્કોડ બનાવી પાણીનો બગાડ કરનારા સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Untitled design10 સુરત મનપાનો કડક નિર્ણય, પાણી બગાડ કરનારા પર કરશે સખત કાર્યવાહી

ઉનાળા દરમિયાન સુરત મહાનગર પાલિકા દ્વારા એક પણ મિનિટનો પાણી કાપ મુક્યા વગર દરરોજ 1300 એમએલડી પાણી પૂરું પાડવામાં આવી રહી છે. સુરત  શહેરમાં પાણીનો બગાડ કરનારાઓને કુલ 255 નોટીસ ઈશ્યુ કરી રૂ 1 લાખ જેટલો દંડ વસુલવામાં આવ્યો છે. સુરત શહેરમાં પાણીની કોઈ સમસ્યા ન હોવા છતાં , તકેદારી રાખી પાણીનો બચાવ નહી કરવામાં આવે તો આવનારા દિવસોમાં પાણીની સમસ્યા ઉભી થવા પામે તેને ધ્યાને રાખી મનપા કમિશ્નર દ્વ્રારા લાલ આંખ સાથે કામગીરી યથાવત રાખવામાં આવી છે.