હાર્દિકનો 'આપ' પ્રચાર/ વિરમગામમાં ‘ના PM, ના CM ‘માત્ર હાર્દિકના ફોટાવાળા ફુલસ્કેપના ચોપડા વિતરણનો વિવાદ, સ્થાનિક નેતાઓમાં નારાજગી

હાર્દિક ના પત્ની કિંજલ ગામડાઓમાં જઈ વિદ્યાર્થીઓ ને આપે છે, હાર્દિકના ચોપડા, ભાજપના આગેવાનો ને બોલાવતા ના હોવાની ચર્ચા

Top Stories Gujarat Others
congress 5 વિરમગામમાં 'ના PM, ના CM 'માત્ર હાર્દિકના ફોટાવાળા ફુલસ્કેપના ચોપડા વિતરણનો વિવાદ, સ્થાનિક નેતાઓમાં નારાજગી

પાટીદાર અનામત આંદોલન ના નેતા હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા બાદ વિરમગામ વિસ્તારમાં તેમના પત્ની કિંજલ દ્વારા હાર્દિકના ફોટાવાળા ફુલસકેપ ચોપડા વિતરણના  શરૂ કરવામાં આવેલા અભિયાન સામે વિરમગામ ભાજપના નેતાઓ ચર્ચા નો વિષય બન્યો છે, જેના કારણે સ્થાનિક નેતાઓએ હાર્દિકની આવી હલચલ સામે પક્ષની નેતાગીરી સુધી રજુઆત કરવાની વ્યૂહરચના ગોઠવી રહયા છે, કે જો હાર્દિક ને વિરમગામ ની ટિકિટ આપવામાં આવશે તો પક્ષ માં ભારે નારાજગી ઉભી થઈ જશે, જેનું નુકશાન ભાજપે ભોગવવું પડી શકે છે.

congress 7 વિરમગામમાં 'ના PM, ના CM 'માત્ર હાર્દિકના ફોટાવાળા ફુલસ્કેપના ચોપડા વિતરણનો વિવાદ, સ્થાનિક નેતાઓમાં નારાજગી

ગુજરાત માં વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ કૉંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ એ ભાજપ નો ખેસ પહેરી લીધો હતો, ભાજપ પ્રવેશ બાદ હાર્દિક પટેલે વિરમગામ પોતાના વતન ને એપી સેન્ટર બનાવી દીધું છે, અને વિરમગામ વિધાનસભા મતવિસ્તારમાં ગામડે ગામડે પ્રવાસ અને કાર્યક્રમોમાં ખાસ હાજરી આપે છે,એમની સાથે હાર્દિક ના પત્ની કિંજલ પણ વિરમગામ ના ગામોમાં ફરી રહયા છે. અને હાર્દિક પટેલ ના ફોટાવાળા ફુલસ્કેપ ના ચોપડા શાળા ના બાળકો ને વિતરણ કરી રહ્યા છે.

congress 6 વિરમગામમાં 'ના PM, ના CM 'માત્ર હાર્દિકના ફોટાવાળા ફુલસ્કેપના ચોપડા વિતરણનો વિવાદ, સ્થાનિક નેતાઓમાં નારાજગી

હાર્દિક પટેલના ફૂલ પોઝ વાળા ફુલસ્કેપના ચોપડા પર એવું લખેલું છે કે,આપણે હાર ના માનવી જોઈએ, આ ફુલસ્કેપ ના ચોપડા વિતરણ સ્થાનિક ભાજપમાં વિવાદ અને ચર્ચાનો વિષય બન્યો છે, ભાજપના સ્થાનિક નેતાઓ માની રહયા છે કે, હાર્દિક વિરમગામ થી ચૂંટણી લડવાની તૈયારી કરતા હોય તો એમણે આવા કાર્યક્રમોમાં સ્થાનિક આગેવાનોને સાથે રાખવા જોઈએ, એટલું જ નહીં હાર્દિક પટેલ હવે ભાજપ સાથે જોડાયેલા છે તો ફુલસ્કેપ ચોપડામાં એમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના ફોટા મુકવા જોઈએ, સાથે સાથે ભાજપ નું કમળ પણ મૂક્યું હોત તો પણ પક્ષ માટે સારું કહી શકાય, પણ હાર્દિક અને તેમની પત્ની વિરમગામના ગામોમાં જાય છે, અને ભાજપના નેતાઓ સાથે અંતર રાખે છે, અને વિરમગામ ની ટિકિટ માંગશે તો ભાજપના સ્થાનિક નેતાઓ કેવી રીતે એની સાથે ઉભા રહેશે.

congress 8 વિરમગામમાં 'ના PM, ના CM 'માત્ર હાર્દિકના ફોટાવાળા ફુલસ્કેપના ચોપડા વિતરણનો વિવાદ, સ્થાનિક નેતાઓમાં નારાજગી

વાંચકોની હૈયાવરાળ /મંતવ્યના વાંચકોની હૈયા વરાળ, હાર્દિક ને ટિકિટ મળશે તો ભાજપને……

રાજકીય /ચૂંટણી પહેલાં ભાજપના નેતા હાર્દિક પટેલના હવાતિયાં, ક્યાથી લડી શકે છે ચૂંટણી ?…