સુરેન્દ્રનગર/ લીંબડી હાઈવે પર ઝુંપડપટ્ટી મા રહેતી મહિલા ના મૃત્યુ ના કારણ પરથી પીએમ રીપોર્ટ બાદ પડદો ઉઠ્યો

લીંબડી સિવિલ હોસ્પિટલથી પીએમ રિપોર્ટ આવ્યો જેમાં મધુબેનનું મોત માથાના ભાગે પથ્થર વાગવાને કારણે થયું હોવાનું સાબિત થયું હતું

Gujarat
Untitled 13 લીંબડી હાઈવે પર ઝુંપડપટ્ટી મા રહેતી મહિલા ના મૃત્યુ ના કારણ પરથી પીએમ રીપોર્ટ બાદ પડદો ઉઠ્યો

ધોળકાની શ્રમજીવી મહિલા મધુબેન સોલંકી લીંબડી હાઈવે પર કિષ્ના હોટલ પાછળ ઝૂંપડપટ્ટીમાં પ્રેમી રામજી ધના સોલંકી સાથે 2 વર્ષથી પ્રેમ સંબંધ બાંધીને રહેતી હતી. તા.23 ડિસેમ્બરની રાત્રે મધુબેન અને પ્રેમી રામજી સોલંકી વચ્ચે દારૂ પીને બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. સવારે મધુબેન મૃત હાલતમાં મળી આવ્યા હતા. મધુબેનના મૃતદેહને પીએમ માટે લીંબડી સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ  પણ વાંચો:ગોળીબાર / અમેરિકામાં નવા વર્ષની ઉજવણી દરમિયાન ગોળીબાર થતાં 3 લોકોનાં મોત 4 ઘાયલ

મહિલાનું મોત કુદરતી હતું કે તેની હત્યા કરવામાં આવી હતી? તે અંગનું રહસ્ય અકબંધ રહ્યું હતું. મૃત મહિલાના માથાના ભાગે ઈજાનું નિશાન હોવાનું  જણાવ્યું હતું. જેના કારણે મહિલાના મોતના કારણનું રહસ્ય ઘૂંટાયું હતું.
લીંબડી સિવિલ હોસ્પિટલથી પીએમ રિપોર્ટ આવ્યો જેમાં મધુબેનનું મોત માથાના ભાગે પથ્થર વાગવાને કારણે થયું હોવાનું સાબિત થયું હતું. મધુબેનને પથ્થર મારનાર તેનો પ્રેમી રામજી ધના સોલંકીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો.પૈસાની બાબતે મધુબેન અને તેના પ્રેમી વચ્ચે ઝઘડો થયો હતો.

આ  પણ  વાંચો:National / PM મોદી મણિપુર અને ત્રિપુરાની મુલાકાત લેશે, 4800 કરોડના 22 પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન

મધુબેનના પ્રેમી રામજીની મૃત પત્નીના વિમા ક્લેઈમના પૈસા આવ્યા હતા. પૈસાની બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થતી હતી. પૈસાને કારણે રામજી 2 વર્ષથી સાથે રહેતી પ્રેમિકા મધુબેનથી છૂટકારો મેળવવા માંગતો હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું. થોડા દિવસ પહેલા પણ બન્ને વચ્ચે ટોકરાળા ગામે મારામારી થઈ હતી. આખરે પૈસાની બાબતનો ઝઘડો મર્ડરનું કારણ બન્યો.