સુરત/ ઓલપાડ કાંઠા નજીક દીપડો દેખાતા લોકોમાં ફફડાટ, રાત્રે ખેતરોમાં…

ઓલપાડના કાંઠા વિસ્તારમાં આજદિન સુધી દીપડા દેખાયા નથી પરંતુ હવે આ વિસ્તારમાં દીપડા આવતા ખેડૂતોની ચિંતા વધી છે.રાત્રે ખેતરોમાં પાણી આપવા જતા પણ ખેડૂતો ડરે છે.

Gujarat Surat
દીપડો
  • સુરતના ઓલપાડ કાંઠામાં દીપડાનો ખોફ
  • દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
  • દીપડા આવતા ખેડૂતોની ચિંતા વધી
  • રાત્રે ખેતરોમાં પાણી આપવા જતા ડરે છે
  • પ્રાણીઓમાંથી છુટકારો મળે તેવી માંગ

સુરતના ઓલપાડ કાંઠામાં દીપડાનો ખોફ જોવા મળી રહ્યો છે.ઓલપાડના કરંજ ગામે દીપડો દેખાતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.એક સપ્તાહ પહેલા ઓલપાડના જીણોદ ગામે શેરડીના ખેતરમાં દીપડો દેખાયો હતો શેરડીનું કટિંગ દરમિયાન મજૂરોએ ખુંખાર દીપડો જોયો હતો.હજી દીપડો પાંજરે પુરાયો નથી ત્યાં ફરી કરંજ ગામની સીમમાં બચ્ચાં સાથે દીપડી દેખાતાં ખેડૂતોમાં ફફડાટ જોવ મળી રહ્યો છે.ઓલપાડના કાંઠા વિસ્તારમાં આજદિન સુધી દીપડા દેખાયા નથી પરંતુ હવે આ વિસ્તારમાં દીપડા આવતા ખેડૂતોની ચિંતા વધી છે.રાત્રે ખેતરોમાં પાણી આપવા જતા પણ ખેડૂતો ડરે છે. ત્યારે સ્થાનિક માંગ કરી રહ્યા છે કે સત્વરે જંગલી પ્રાણીઓમાંથી છુટકારો આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

ઉલ્લેખનીય છે કે, કીમ-કોસંબા રેલવે ટ્રેક ઉપર ટ્રેન અડફેટે દીપડાનું મોત થયું હતું. કીમ નદી નજીકથી વહેલી સવારે દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. કોસંબાથી કીમ ટ્રેક લાઈન પરથી શરીરના વચ્ચેના ભાગેથી દીપડા બે ભાગ થઈ ગયા હતા. રેલવે લાઈન ક્રોસ કરતી વખતે કોઈ ટ્રેન અડફેટે દીપડાનું મોત થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું હતું. જે અંગેની જાણ રેલવે વિભાગ સહિત વન વિભાગને કરવામાં આવી હતી. વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. દીપડાના મૃતદેહનો કબજો લઈ વધુ તજવીજ હાથધરી હતી.

a 95 2 ઓલપાડ કાંઠા નજીક દીપડો દેખાતા લોકોમાં ફફડાટ, રાત્રે ખેતરોમાં...

આ પણ વાંચો:તમને કોરોના નથી થયો અને જો તમે વેકસિનેશન લીધી હોય તો પણ ચેતજો : કોરોના અંગે વૈજ્ઞાનિકોનું નવું તારણ છે આવું

ગુજરતનું ગૌરવ