Not Set/ કોરોના દર્દીઓની હોસ્પિટલમાં જાનવરથી પણ ખરાબ રીતે થઇ રહી છે સારવાર : SC

દેશમાં કોરોનાની ઝપટમાં ખૂબ જ ઝડપથી લોકો આવી રહ્યા છે, તેટલુ જ નહી આ મહામારીએ મોતનાં આંકડાને પણ વધાર્યો છે. ત્યારે કોરોનાથી સંક્રમિત લોકોની હોસ્પિટલમાં જે રીતે સારવાર કરવામાં આવે છે તેના પર સુપ્રીમ કોર્ટે સખત વાંધો વ્યક્ત કર્યો છે. દેશની હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની જે રીતે સારવાર કરવામાં આવે છે તે અંગે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી […]

India
f8f8657237aecdf6ab50a4fa3777e194 2 કોરોના દર્દીઓની હોસ્પિટલમાં જાનવરથી પણ ખરાબ રીતે થઇ રહી છે સારવાર : SC
f8f8657237aecdf6ab50a4fa3777e194 2 કોરોના દર્દીઓની હોસ્પિટલમાં જાનવરથી પણ ખરાબ રીતે થઇ રહી છે સારવાર : SC

દેશમાં કોરોનાની ઝપટમાં ખૂબ જ ઝડપથી લોકો આવી રહ્યા છે, તેટલુ જ નહી આ મહામારીએ મોતનાં આંકડાને પણ વધાર્યો છે. ત્યારે કોરોનાથી સંક્રમિત લોકોની હોસ્પિટલમાં જે રીતે સારવાર કરવામાં આવે છે તેના પર સુપ્રીમ કોર્ટે સખત વાંધો વ્યક્ત કર્યો છે.

દેશની હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની જે રીતે સારવાર કરવામાં આવે છે તે અંગે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે, દર્દીઓની સારવાર પ્રાણીઓ કરતા પણ ખરાબ રીતે કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી, મહારાષ્ટ્ર, તમિળનાડુ, પશ્ચિમ બંગાળમાં દર્દીઓની નબળી સારવાર અંગે પોતે જ સંજ્ઞાન લીધો છે અને હોસ્પિટલોની હાલત પર ચિંતા વ્યક્ત કરી છે.

આપને જણાવી દઇએ કે, મહારાષ્ટ્રનાં જલગાંવ, સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસથી સંક્રમિત એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે મહિલાનો મૃતદેહ ઘણા દિવસો સુધી શૌચાલયમાં પડ્યો રહ્યો હતો, પરંતુ કોઈએ તેના પર ધ્યાન કેન્દ્રિત ન કર્યુ. આ સંદર્ભે, એક દર્દીએ ફરિયાદ કરી કે શૌચાલયની અંદરનો દરવાજો બંધ છે અને ત્યાથી ખૂબ ગંધ આવી રહી છે, જે પછી તે મહિલાનાં શવને બહાર નિકાળવામાં આવ્યો હતો. તેટલુ જ નહી આ હોસ્પિટલમાં એક યુવક તેની માતાને આઈસીયુમાં દાખલ કરાવવા માટે બેડની રાહ જોતો રહ્યો પરંતુ તેને બેડ ન મળ્યો, જેના કારણે મહિલાની મોત થઇ ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.