Telecom Company/ એરટોલના ગ્રાહકોને થઈ મોજ, એક રિચાર્જમાં Netflix, Amazon Prime અને Disney+ Hotstarના મળશે સબસ્ક્રિપ્શન

એરટેલના આ નવા પ્લાનમાં પ્લાનમાં તમને Netflix, Amazon Prime અને Disney+ Hotstarના ત્રણેય સબસ્ક્રિપ્શન મફતમાં મળશે. અને આખા પરિવાર માટે તમારે માત્ર એક જ બિલ ચૂકવવાનું રહેશે.

India
YouTube Thumbnail 37 એરટોલના ગ્રાહકોને થઈ મોજ, એક રિચાર્જમાં Netflix, Amazon Prime અને Disney+ Hotstarના મળશે સબસ્ક્રિપ્શન

એરટેલ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે જેનો યુઝરબેઝ 37 કરોડથી વધુ છે. કંપની પાસે તેના ગ્રાહકો માટે પ્રીપેડ, પોસ્ટપેડ અને બ્રોડબેન્ડ પ્લાનની વિશાળ શ્રેણી છે. પોતાના ગ્રાહકો માટે કંપનીએ એક નવો પ્લાન બનાવ્યો છે. ખાસ કરીને જે લોકો OTT પ્લેટફોર્મ પસંદ હોય તેમના માટે આ પ્લાન વધુ લાભકારક રહેશે. એરટેલના આ નવા પ્લાનમાં પ્લાનમાં તમને Netflix, Amazon Prime અને Disney+ Hotstarના ત્રણેય સબસ્ક્રિપ્શન મફતમાં મળશે. અને આખા પરિવાર માટે તમારે માત્ર એક જ બિલ ચૂકવવાનું રહેશે.

એરટેલે ગ્રાહકોની પસંદગીને લઈને બે પોસ્ટપેડ પ્લાન બનાવ્યા છે, જેમાં નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ અને ડિઝની + હોટસ્ટારનું મફત સબ્સ્ક્રિપ્શન ઉપલબ્ધ છે:

એરટેલનો પહેલો પ્લાન પોસ્ટપેડ પ્લાનનો છે. જેમાં ગ્રાહકે રૂ.1199 ચૂકવવાના રહેશે. પ્લાનમાં કુલ 240GB માસિક ડેટા ઉપલબ્ધ છે, જેમાંથી પ્રાથમિક કનેક્શનને 150GB અને દરેક એડ-ઓન કનેક્શનને 30GB ડેટા મળે છે.  આ પોસ્ટપેડ પ્લાન 1 નિયમિત અને 3 ફ્રી એડ-ઓન કનેક્શન સાથે આવે છે. પ્લાનમાં સામેલ તમામ યુઝર્સને અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS મળે છે. ખાસ કરીને યુઝર્સ માટે આ પ્લાનમાં 200GB ડેટા રોલઓવરની સુવિધા આપવામાં આવી છે. ગ્રાહકો પ્લાનમાં વધુમાં વધુ 9 એડ-ઓન કનેક્શન ઉમેરી શકે છે પરંતુ દરેક કનેક્શન માટે વધારાના 299 રૂપિયા ચૂકવવા પડશે.

ગ્રાહકોને પ્લાનમાં ઘણા બધા OTT લાભો પણ મળે છે, જેમાં Netflix Basicનું માસિક સબ્સ્ક્રિપ્શન, 6 મહિના માટે Amazon Prime મેમ્બરશિપ અને 1 વર્ષ માટે Disney+ Hotstar મોબાઇલ સબ્સ્ક્રિપ્શનનો સમાવેશ થાય છે. આ પ્લાનમાં હેન્ડસેટ પ્રોટેક્શન, એરટેલ એક્સ્ટ્રીમ પ્લે અને વિંક પ્રીમિયમ પણ સામેલ છે. તમે દર મહિને રૂ.300 ચૂકવીને નેટફ્લિક્સ સ્ટાન્ડર્ડમાં અને રૂ. 450 પ્રતિ મહિને ચૂકવીને નેટફ્લિક્સ પ્રીમિયમમાં પણ અપગ્રેડ કરી શકો છો.

એરટેલનો બીજો પ્લાન પણ પોસ્ટપેડ પ્લાન છે. જેમાં ગ્રાહકે તેનો લાભ લેવા રૂ. 1499 ચૂકવવા પડશે. આ પોસ્ટપેડ પ્લાન 1 નિયમિત અને 4 ફ્રી એડ-ઓન કનેક્શન સાથે આવે છે. પ્લાનમાં કુલ 320GB માસિક ડેટા ઉપલબ્ધ છે, જેમાં પ્રાથમિક કનેક્શનને 200GB ડેટા મળે છે અને દરેક એડ-ઓન કનેક્શનને 30GB ડેટા મળે છે. તેમાં 200GB ડેટા રોલઓવરની સુવિધા પણ છે. આ પ્લાનમાં પણ ગ્રાહકો વધુમાં વધુ 9 એડ-ઓન કનેક્શન ઉમેરી શકે છે પરંતુ દરેક કનેક્શન માટે વધારાના 299 રૂપિયા ચૂકવવા પડશે. પ્લાન 1 અને પ્લાન 2 બંનેમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS ની સુવિધા મળે છે.

આ પ્લાનમાં પણ ગ્રાહકોને OTTના લાભો મળશે, જેમાં Netflix સ્ટાન્ડર્ડનું માસિક સબ્સ્ક્રિપ્શન, 6 મહિના માટે Amazon Prime મેમ્બરશિપ અને 1 વર્ષ માટે Disney+ Hotstar મોબાઇલ સબ્સ્ક્રિપ્શનનો સમાવેશ થાય છે. આ પ્લાનમાં હેન્ડસેટ પ્રોટેક્શન, એરટેલ એક્સ્ટ્રીમ પ્લે અને વિંક પ્રીમિયમ પણ સામેલ છે. તમે દર મહિને રૂ. 150 ચૂકવીને નેટફ્લિક્સ પ્રીમિયમમાં પણ અપગ્રેડ કરી શકો છો.