Festival/ ખેલૈયાઓને આનંદ! નવરાત્રીમાં વરસાદ પડવાની શકયતા નહીંવત!

ખૈલયાઓ નવરાત્રી તહેવારની આતુરતાથી રાહ જોતા હોય છે. તેમના માટે કુબ સારા સમાચાર સામે આવ્યા છે, આ સીઝનમાં મેઘરાજ મન મૂકીને પડ્યો છે

Top Stories Gujarat
30 ખેલૈયાઓને આનંદ! નવરાત્રીમાં વરસાદ પડવાની શકયતા નહીંવત!

ખેલૈયાઓ નવરાત્રી તહેવારની આતુરતાથી રાહ જોતા હોય છે. તેમના માટે કુબ સારા સમાચાર સામે આવ્યા છે, આ સીઝનમાં મેઘરાજ મન મૂકીને પડ્યો છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારો રહ્યો છે,અને હજુપણ ભારેે વરસાદની આગાહી થઇ રહી છે ત્યારે નવરાત્રીમાં પણ વરસાદ પડશે તેવી આશંકા સેવાઇ રહી છે.પરતું  ખેલૈયાઓએ ચિંતા કરવાની જરૂર નથી. આજે હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, ગુજરાતમાં હાલમાં તો વરસાદની સૌથી વધારે પડવાની શકયતા છે. હાલમાં ગુજરાતમાં બે વરસાદી સિસ્ટમ વોલમાર્ક લો પ્રેશન અને વરસાદી ટર્ફ સક્રિય છે. જેના કારણે હાલ વરસાદની શક્યતા છે. જો કે ચોમાસુ ત્યાર બાદ વિદાય લેશે. જેથી નવરાત્રી દરમિયાન વરસાદની શક્યતાઓ ખુબ જ ઓછી છે. ક્યાંય વરસાદ પડે તો પણ તે સામાન્ય ઝાપટું હશે. નવરાત્રી દરમિયાન છુટો છવાયો વરસાદ પડશે પરંતુ હાલ સિસ્ટમ સક્રિય છે અને જે પ્રકારે પડી રહ્યો છે તેવો વરસાદ નહી હોય. સામાન્ય વરસાદી ઝાપટું પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 15 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે વરૂણ દેવ અધિકારીક રીતે ગુજરાતમાંથી વિદાય લેશે. જો કે હાલમાં જે સિસ્ટમ સક્રિય છે તે નવરાત્રી પહેલા નિષ્ક્રિય થઇ જાય તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે બીજી તરફ અંબાલાલ પટેલે જણાવ્યું કે, નવરાત્રી દરમિયાન વરસાદની શક્યતા નહીવત્ત છે. જ્યાં વાદળું ચડે ત્યાં પડે. એટલે કે એક જગ્યાએ વરસાદ હોય પરતુ તેનાથી 200 મીટર આગળ વરસાદ ન પણ હોય તેવા ઝાપટા પડશે. જેથી નવરાત્રીની ઉજવણીમાં કોઇ ખાસ બાધા નહી આવે.