Not Set/ અટલ બિહારીની ભત્રીજી કરુણા શુક્લાએ બીજેપી પર લગાવ્યો આરોપ, ભાજપ અટલના નામે ઉભી કરી રહી છે વોટબેંક

પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ અટલ બિહારીની અસ્થી કળશ યાત્રા સમગ્ર દેશમાં નીકળી રહી છે. પરંતુ અટલ બિહારીનાં મૃત્યુ બાદ એમની ભત્રીજી કરુણા શુક્લા અમુક વાતોને લઈને દુઃખી છે અને એમણે બીજેપી પર આક્ષેપો લગાવ્યા છે. કરુણા શુક્લા કોંગ્રેસી નેતા છે. એમણે એક વિડીયો મારફતે સંદેશ આપ્યો હતો કે, ભાજપ સરકાર વોટ એકઠા કરવા માટે અટલ બિહારીના નામનો ઉપયોગ […]

Top Stories India
karuna shukla અટલ બિહારીની ભત્રીજી કરુણા શુક્લાએ બીજેપી પર લગાવ્યો આરોપ, ભાજપ અટલના નામે ઉભી કરી રહી છે વોટબેંક

પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ અટલ બિહારીની અસ્થી કળશ યાત્રા સમગ્ર દેશમાં નીકળી રહી છે. પરંતુ અટલ બિહારીનાં મૃત્યુ બાદ એમની ભત્રીજી કરુણા શુક્લા અમુક વાતોને લઈને દુઃખી છે અને એમણે બીજેપી પર આક્ષેપો લગાવ્યા છે. કરુણા શુક્લા કોંગ્રેસી નેતા છે. એમણે એક વિડીયો મારફતે સંદેશ આપ્યો હતો કે, ભાજપ સરકાર વોટ એકઠા કરવા માટે અટલ બિહારીના નામનો ઉપયોગ કરી રહી છે.

28 vajpayee karuna shukla 600 અટલ બિહારીની ભત્રીજી કરુણા શુક્લાએ બીજેપી પર લગાવ્યો આરોપ, ભાજપ અટલના નામે ઉભી કરી રહી છે વોટબેંક

કરુણા શુક્લાએ આ વાતને લઈને ભાજપ સરકારની ટીકા કરી છે. એમણે કહ્યું કે, અટલ બિહારીના મૃત્યુ બાદ છત્તીસગઢનાં મુખ્યમંત્રી રમણ સિંહની કેબિનેટે અટલ બિહારીના નામ પર ઘણી યોજનાઓનું નામકરણ કર્યું. મને આ વાતને લઈને ઘણું દુઃખ છે.

કરુણા શુક્લાએ આ અંગે જણાવ્યું કે, રમણ સિંહે આ પહેલા કોઇપણ કાર્યક્રમમાં એમના નામનો ઉલેખ્ખ સુધ્ધા કર્યો નથી. ક્યારેય એમનાં નામ પર કોઈ વસ્તુની ઘોષણા કરી નથી. જયારે દિલ્લીથી છત્તીસગઢ સુધી ભાજપની સરકાર છે. છેલ્લાં નવ વર્ષોમાં જે ચુંટણી થઇ હતી એમાં ક્યાંય એમનાં નામનો ઉલેખ્ખ નથી કર્યો, ન એમની ઉપલ્બધીઓનો ક્યાંય ઉલેખ્ખ કરવામાં આવ્યો હતો.

કરુણા શુક્લાએ હાથોહાથ ભાજપ નેતા અમિત શાહ અને પ્રધાનમંત્રી મોદી પર પણ નારાજગીના બાણ છોડ્યા હતા. એમણે કહ્યું કે, અટલની અંતિમયાત્રામાં પાંચ કિલોમીટર ચાલવાને બદલે જો નરેન્દ્ર મોદી બે કદમ પણ અટલ દ્વારા બતાવેલા માર્ગ પર ચાલ્યા હોત તો દેશ માટે સારું હોત.

Atal Bihari Vajpayee s ashes.png e1535032433222 અટલ બિહારીની ભત્રીજી કરુણા શુક્લાએ બીજેપી પર લગાવ્યો આરોપ, ભાજપ અટલના નામે ઉભી કરી રહી છે વોટબેંક

કરુણાનું કહેવું છે કે, મોદી, અમિત શાહ અને રમણ સિંહને લાગે છે કે અટલ બિહારીનું મૃત્યુ એમના માટે ડૂબતેકો તિનકે કા સહારા મળવા જેવી સ્થિતિ છે. આ ઉપરાંત શુક્લાએ મોદી પર લાલકૃષ્ણ અડવાણીને અપમાનિત કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.

અટલ બિહારીની ભત્રીજી કરુણા શુક્લા એ આરોપ લગાવ્યો કે, ભાજપ સરકાર આગામી ચાર રાજ્યોની વિધાનસભાની ચુંટણીમાં અટલ બિહારીના નામે સહાનુભુતિ એકઠી કરવા માંગે છે, પરંતુ તેઓને આમાં સફળતા નહી મળે. જનતા ભાજપની આ ચાલને સમજે છે.

અટલ બિહારીની આ ભત્રીજી કરુણા શુક્લા હાલ કોંગ્રેસ પાર્ટીમાં છે. આ પહેલા તેઓ ભાજપમાં હતા. કરુણા છત્તીસગઢ કોંગ્રેસમાં પ્રદેશ ઉપાધ્યક્ષ છે.