Vadodara Accident/ અકોટા બ્રિજ અકસ્માત કેસમાં ચોંકાવનારો ખુલાસો, અકસ્માત સમયે  કાર ચાલક અને તેની મંગેતર વચ્ચે થયો હતો ઝગડો

વડોદરામાં અકોટા બ્રિજ પર કાર ચાલકે ચાર લોકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં પોલીસ તપાસમાં અનેક ખુલાસા સામે આવ્યા છે.

Top Stories Gujarat Vadodara Uncategorized
Beginners guide to 2024 04 22T125330.292 અકોટા બ્રિજ અકસ્માત કેસમાં ચોંકાવનારો ખુલાસો, અકસ્માત સમયે  કાર ચાલક અને તેની મંગેતર વચ્ચે થયો હતો ઝગડો

વડોદરામાં અકોટા બ્રિજ પર કાર ચાલકે ચાર લોકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં પોલીસ તપાસમાં અનેક ખુલાસા સામે આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે કાર ચાલક નબીરો અને તેની મંગેતર ચાલુ ગાડીએ ઝગડી રહ્યા હતા દરમ્યાન આ અકસ્માત બનવા પામ્યો. પોલીસ તપાસમાં  સામે આવ્યું કે કારચાલક કલ્પ પંડયા અને કેનેડાથી પરત આવેલ મંગેતર સૃષ્ટિને કેનેડા પાછા ના જવા મામલે બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું. ડ્રાઈવિંગ કરતી વખતે બંને વચ્ચે ઝગડો થતા તેઓ રાહદારીઓ પર ધ્યાન ના આપી અકસ્માતનો બનાવ બનવા પામ્યો.

આ અકસ્માતમાં ચાર લોકોને અડફેટે લેતા આકાશ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ કેસમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર ચાલક કલ્પ પંડ્યા અને તેની મંગેતર સૃષ્ટિની ધરપકડ કરી. ઘટના સમયે કારમાંથી દારૂની બોટલો મળી આવી હતી. આથી ડ્રાઈવ કરતી વખતે કાર ચાલક નશો કરતો હોવાની શંકાના આધારે તેનો રિપોર્ટ કરવામાં આવ્યો. આ મામલે  પોલીસે બેદરકારી પૂર્વક ડ્રાઈવિંગ કરી મોત નિપજાવવા બદલ તેમજ દારૂની બોટલ રાખવા અંગેના કારચાલક વિરુદ્ધ બે જુદા-જુદા ગુના નોંધ્યા હતા.

આ સાથે ચાર લોકોને એડફેટે લેતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે અન્યોને ગંભીર ઇજાઓ પંહોચી હતી. આ અક્સમાત કેસમાં કાર ચાલકનું લાયસન્સ રદ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ કારચાલકનું લાયસન્સ રદ કરવા RTOને પત્ર લખશે.

અકસ્માતની રાતે કાર ચાલક કલ્પ પંડ્યા તેની મંગેતર સૃષ્ટિ દેસાઈના પરિવાર સાથે માંજલપુરના એક રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. ત્યાંથી પરત ફરતા કલ્પ પંડ્યાએ પોતાની કારથી લોકોને અડફેટે લીધા હતા. કાર ચાલક કલ્પ પંડ્યા નશામાં હોવાની શંકાના આધારે પોલીસ તપાસ કરી હતી. આ તપાસમાં દારૂનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે જયારે ભાંગનો રિપોર્ટ પેન્ડિંગ છે. કાર ચાલક કલ્પ પંડ્યાના પિતા ઓમાનથી પરત આવતા પોલીસે તેમનું ચાર કલાક સુધી નિવેદન લીધું હતું. આજે કાર ચાલક કલ્પ પંડ્યાના રિમાન્ડ પૂર્ણ થતા હોય તેને કોર્ટમાં રજુ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: