Narmada/ રાજપીપળામાં CCTV કેમેરાને લઇ ગુનો નોધાયો, જાણો શું છે કારણ

વસીમ મેમણ – પ્રતિનિધિ, તિલકવાડા

Gujarat Others
રાજપીપળા સીસીટીવી

રાજપીપળા વડીયા જકાતનાકા નજીક ટ્રેકટર શો રૂમમાં CCTV કેમેરા નહીં લગાડતા જાહેરનામા ભંગનો ગુનો નોધાયો છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદા તરફથી કેટલાક જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. આ જાહેરનામાની કડક અમલવારી કરવા માટે રાજપીપળા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા.

પેટ્રોલિંગ દરમિયાન રાજપીપળા વડીયા જકાતનાકા નજીક કેવડિયા તરફ જવાના રોડ પાસે આવેલા પારસ ટ્રેક્ટર સેલ્સ એન્ડ સર્વિસ સેન્ટર નામના શો રૂમમાં પોલીસ સ્ટાફના માણસો તપાસ કરી હતી.

તપાસ દરમિયાન શો રૂમમાં સી.સી.ટી.વી કેમેરા નહીં લગાડેલ હોવાનું જાણ થઇ હતી. જેને પગલે રાજપીપળા પોલીસે શોરૂમના સંચાલક દિવ્ય હર્ષદભાઈ શેઠ વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદાના જાહેરનામાના ઉલ્લંઘન કરવા બદલ કાયદેસર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચોઃ અમેરિકાનું ઓસ્પ્રે લશ્કરી વિમાન જાપાનના દરિયાકાંઠે થયું ક્રેશ, તેમાં આઠ લોકો હતા સવાર

આ પણ વાંચોઃ  મસ્જિદના લાઉડસ્પીકર પર ચાલતી અઝાનને લઇ ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો

આ પણ વાંચોઃ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર પરીક્ષાની પદ્ધતિમાં કરાયા મોટા ફેરફાર


Follow us on : Facebook | Twitter | WhatsApp | Telegram | Instagram | Koo | YouTube
Mobile App : Android | IOS