Not Set/ ભાજપના રાજમાં સુરતમાં આરોગ્યમંત્રીના ગુંડાઓ બેફામ બન્યા : આપનો આક્ષેપ

ગુજરાત રાજ્યમાં પેટા ચૂંટણી નીસ અઠે વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીની વિવિધ પક્ષો દ્વારા તૈયારીઓ શરુ કરવામાં આવી રહી હોય તેમ લાગી રહ્યું છે. આજ રોજ સુરત ખાતે  આપના સુરત શહેર પ્રભારી રામભાઈ ધડૂક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આમ આદમી પ્રમુખ રામ ધડુક ઉપર અજાણ્યા ઇસમોએ હુમલો કર્યો હતો. ત્યારે આપના રામ ધડુક દ્વારા આ […]

Gujarat Surat
f8cf1618f8f5581b031ba808385cc8bb ભાજપના રાજમાં સુરતમાં આરોગ્યમંત્રીના ગુંડાઓ બેફામ બન્યા : આપનો આક્ષેપ

ગુજરાત રાજ્યમાં પેટા ચૂંટણી નીસ અઠે વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીની વિવિધ પક્ષો દ્વારા તૈયારીઓ શરુ કરવામાં આવી રહી હોય તેમ લાગી રહ્યું છે. આજ રોજ સુરત ખાતે  આપના સુરત શહેર પ્રભારી રામભાઈ ધડૂક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આમ આદમી પ્રમુખ રામ ધડુક ઉપર અજાણ્યા ઇસમોએ હુમલો કર્યો હતો.

ત્યારે આપના રામ ધડુક દ્વારા આ હુમલા અંગે સીધો જ ભાજપ પર આક્ષેપ કરવામાં આવ્યો છે. ભાજપના આરોગ્ય મંત્રી કિશોર કાનાણી ઉપર આ હુમલાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આપ દ્વારા અભણ આરોગ્યમંત્રી કુમાર કાનાણીના ગુંડાઓએ આમ આદમી પાર્ટી સુરત શહેર કાર્યાલય ઉપર આવીને સુરત શહેર પ્રભારી  રામભાઈ ધડૂક ઉપર જીવલેણ હુમલો કર્યો છે તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

અભણ આરોગ્યમંત્રીની નિષ્ફળતા અંગે ફેસબુક ઉપર પોસ્ટ લખવાના કારણે મંત્રીએ ગુંડાઓ મોકલીને જીવલેણ હુમલો કરાવ્યો છે. આમ આદમીનો વધતું લોકસમર્થન જોઈને ભાજપ અને આરોગ્યમંત્રી કુમાર કાનાણી ઔકાત ઉપર આવી ગયા હોવાનું જણાવ્યું હતું.

નોધનીય છે કે, સુરત ખાતે આરોગ્યમંત્રી ખોવાયા હોવાના પોસ્ટર આપે લગાવ્યા હતા. પોસ્ટર લાગ્યા બાદ આપ અને ભાજપના કાર્યકરો આમને સામને આવ્યા હતા. આજે હુમલો થતાં રામ ધડુક દ્વારા ભાજપ પર સીધા આક્ષેપો કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.