Not Set/ પાક વિમા મુદ્દે ઉઠતા તમામ સવાલોનાં આવા આપ્યા, કૃષિ મંત્રીએ જવાબો

ગાંધીનગર ખાતે બુધવારે મળેલી રાજ્ય કેબીનેટની બેઠક પૂર્ણ થતા જ કૃષિ મંત્રી આર.સી.ફળદુ દ્વારા પાક વિમા મુદ્દે વિવિધ લોક દ્વારા અને વિવિધ સ્તરે ઉઠાવવામાં આવેલા તમામ સવાલોનાં જવાબો આપવામાં આવ્યા હતા. પોતાનાં નિવેદનમાં કૃષિ મંત્રી આર.સી.ફળદુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કૃષિ અંગે જાહેર થયેલા પેકેજના અમલીકરણ સંદર્ભે કેબીનેટ બેઠકમાં ચર્ચા થઈ છે. આ વર્ષે વધુ વરસાદ થયો […]

Top Stories Gujarat Others
lalit vasoya rc faldu પાક વિમા મુદ્દે ઉઠતા તમામ સવાલોનાં આવા આપ્યા, કૃષિ મંત્રીએ જવાબો

ગાંધીનગર ખાતે બુધવારે મળેલી રાજ્ય કેબીનેટની બેઠક પૂર્ણ થતા જ કૃષિ મંત્રી આર.સી.ફળદુ દ્વારા પાક વિમા મુદ્દે વિવિધ લોક દ્વારા અને વિવિધ સ્તરે ઉઠાવવામાં આવેલા તમામ સવાલોનાં જવાબો આપવામાં આવ્યા હતા. પોતાનાં નિવેદનમાં કૃષિ મંત્રી આર.સી.ફળદુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કૃષિ અંગે જાહેર થયેલા પેકેજના અમલીકરણ સંદર્ભે કેબીનેટ બેઠકમાં ચર્ચા થઈ છે. આ વર્ષે વધુ વરસાદ થયો તે હકીકત છે. વધુ વરસાદને લઈને ખેડૂતોને નુકસાન થયુ છે. કમોસમી વરસાદથી પાકને મોટું નુકસાન થયુ છે.

સરકારે હમેશાં ખેડૂતોના હિતમાં નિર્ણયો લીધા છે અને ભવિષ્યમાં પણ લેશે. વરસાદ વધારે થાયે એટલે પાકને પણ નુકસાન થાય તે સ્વાભાવિક વાત છે. છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ વરસાદ આ વર્ષે થયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને સહાય કરશે અને તે મામલે તમામ કરી રહી છે. 125 તાલુકામાં 33 ટકાથી વધુનું નુકસાન નોંધવામાંં આવ્યું છે. કેટલાક તાલુકામાં 33 ટકાથી વધુનું નુકસાન છે. રાજ્યમાં પાક નુકસાનનો સર્વે કરાયો છે. સર્વે મામલે વિરોધ જોવામાં આવી રહ્યો છે, સરકાર ખેડૂતોની પડખે જ છે.

સરકારે હમેશાં ખેડૂતોના હીતમાં નિર્ણયો લીધો છે. 56.35 લાખ ખાતેદાર ખેડૂતો માટે નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતો પાસે ઓનલાઈન અરજી કરાવાશે. 31ડિસેમ્બર પહેલાં ખેડૂતોને સહાય ચુકાવવા આદેશ કરી દેવામાં આવ્યો છે.

કૃષિ મંત્રી આર.સી.ફળદુ દ્વાર ધોરાજીના MLA લલીત વસોયાના પત્ર મામલે પોતાનાં નિવેદનમાં જણવવામાં આવ્યું હતું કે, ગાઈડ લાઈનના આધારે પ્રક્રિયા ચાલે છે. કોંગ્રેસના મિત્રો પાસે કોઈ ધંધો નથી.  વીમા કંપનીઓ અંગે બોલતા આર.સી.ફળદુએ જણાવ્યું કે, દરેક તબક્કે વીમા કંપનીઓનું ધ્યાન દોર્યુ છે. જરૂર પડે તમામ પગલા લીધા છે. ભૂતકાળમાં વીમા કંપનીઓએ ફરજ પડી હતી. વીમા કંપનીઓને છાવરવાનો કોઈ પ્રશ્ન જ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.