ક્રાઈમ/ સુરતમાં મળી આવ્યું માનવ કંકાલ…જાણો ક્યાં…કેવી રીતે…, જાણો શું છે મામલો?

સુરતના સચિન કોમ્યુનિટી હોલ નજીક આવેલાં જલારામ નગરમાં અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીનું સાફ સફાઈ કરવા જતાં બિનઉપયોગી પાણીની ટાંકીમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર….

Gujarat Surat
માનવ કંકાલ

સુરત શહેરમાં દિનપ્રતિ દિન ક્રાઈમની ઘટનાઓ સામે આવી રહે છે. ત્યારે આવામાં શહેરના સચીન વિસ્તારમાં એક પાણીની ટાંકીમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.  સુરતના સચિન કોમ્યુનિટી હોલ નજીક આવેલાં જલારામ નગરમાં અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીનું સાફ સફાઈ કરવા જતાં બિનઉપયોગી પાણીની ટાંકીમાંથી માનવ કંકાલ મળી આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

મળતી માહિતી અનુસાર, શહેરના સચિનમાં આવેલ એક બિન વપરાશી ટાંકીમાંથી સાફ સફાઈ દરમિયાન માનવ કંકાલ અને છૂટા છવાઈ અસ્થિઓ મળી આવ્યા છે. આ માનવ અસ્થિઓમાં ઉપરથી હાલમાં ખોપડી નજર આવી છે. હાલમાં આ ટાંકીમાં વરીયાવ જૂથનું પાણી લાવવાની તૈયારીઓ વચ્ચે ટાંકીને સાફ કરવા ઉતરનારા સફાઇ કર્મીને પાણીની સામાન્ય સપાટીમાં માનવ દેહનો કંકાલ દેખાઈ આવતાં તેણે તેની સાથે આવેલાં મહાપાલિકાના કર્મચારી જીતેન પટેલને જાણ કરી હતી. જીતેન પટેલે સચિન પોલીસને જાણ કરતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યાં હતાં.

આ સમગ્ર મામલે સફાઈ કર્મચારીઓ દ્વારા પોલીસને જાણ કરાંતા  ઘટના સ્થળે આર આર દેસાઇ પી આઇની સૂચનાઓથી પી એસ આઈ એસ આઈ દેસાઇ અને પી એસ આઈ હિરેન મચ્છર પોલીસ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા અને આગળની તપાસ શરૂ કરી છે.

સચિન પોલીસે હાલ માનવ કંકાલને સુરત પી.એમ અને ફોરેન્સિક માટે મોકલવાની તજવીજ કરી છે. જોકે હજી સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ માનવ કંકાલ કોઈ પુરુષના છે કે સ્ત્રીના. સચિન પોલીસે  આ અંગેની વધુ તપાસ હાથ ધરી છે અને એ પણ જાણવાની કોશિષ કરી રહી છે કે આ આત્મહત્યા છે કે કોઈના હત્યાનું કારસ્તાન? જે હશે તપાસ માં બહાર આવશે.

આ પણ વાંચો:આજે નેત્રોત્સવ વિધિ, જાણો કેમ ભગવાનની આંખે બાંધવામાં આવે છે પાટા?

આ પણ વાંચો:એસ.વી.પી. હોસ્પિટલમાં હેલીપેડ છે આંટા મારવા માટે : એરએમ્બ્યુલન્સ સુવિધા મળશે ખરા?

આ પણ વાંચો:તુર્કીની ધરતી બોલશે ગુજરાતી રાસગરબાની રમઝટ : ગોંડલનાં કલાકાર મચાવશે ધૂમ