political crisis/ ફ્લોર ટેસ્ટ સામે શિવસેનાની અરજી મંજૂર,સુપ્રીમ કોર્ટમાં આજે સાંજે થશે સુનાવણી

આવતીકાલે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થશે કે કેમ તે અંગે સસ્પેન્સ સર્જાયું છે. હકીકતમાં, શિવસેનાએ ફ્લોર ટેસ્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી,

Top Stories India
10 33 ફ્લોર ટેસ્ટ સામે શિવસેનાની અરજી મંજૂર,સુપ્રીમ કોર્ટમાં આજે સાંજે થશે સુનાવણી

મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો વધુ વધી ગયો છે. આવતીકાલે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થશે કે કેમ તે અંગે સસ્પેન્સ સર્જાયું છે. હકીકતમાં, શિવસેનાએ ફ્લોર ટેસ્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેની સુનાવણી આજે સાંજે 5 વાગ્યે થશે.ઉલ્લેખનીય છે  કે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આવતીકાલે એટલે કે 30 જૂને વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. સત્રનો એકમાત્ર એજન્ડા ઉદ્ધવ સરકાર સામે ફ્લોર ટેસ્ટ છે, જેને ગુરુવારે સાંજે 5 વાગ્યા સુધીમાં પતાવટ કરવાનું કહેવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આવતીકાલે ફ્લોર ટેસ્ટ લેવામાં આવશે કે નહીં.

political crisis /મહારાષ્ટ્રમાં હવે રાજકીય સંકટનો થશે અંત,રાજ્યપાલે આવતીકાલે ફલોર ટેસ્ટનો આપ્યો આદેશ,ઉદ્વવ ઠાકરેએ બહુમત સાબિત કરવાની ચુનૌ…

નોંધનીય છે  કે ફ્લોર ટેસ્ટની માંગ ભાજપ અને કેટલાક અપક્ષ ધારાસભ્યોએ ઉઠાવી હતી. દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને પણ મળ્યા હતા.બીજી તરફ, એકનાથ શિંદે અને બળવાખોર ધારાસભ્યો આજે સાંજ અથવા આવતીકાલે મુંબઈ પરત ફરી શકે છે. શિંદેએ કહ્યું છે કે તેઓ આવતીકાલે ફ્લોર ટેસ્ટમાં ભાગ લેશે.

મળતી માહિતી મુજબ, એક નાથ શિંદે સહિત તમામ બળવાખોર ધારાસભ્યો આજે બપોરે 3 વાગ્યે ગુવાહાટીથી ગોવા જવા રવાના થશે. આ પછી, આવતીકાલે સવારે તેઓ સીધા જ ફ્લોર ટેસ્ટ માટે વિધાનસભા પહોંચશે.