સુરત/ ભારે પવનના લીધે હવામાં ઉડી પાણીની ટાંકી, યુવકના માથે પડતા….. Video

ભારે પવનના કારણે બિલ્ડીંગ પર રહેલી પાણીની ટાંકી હવામાં ફંગોળાઇ રસ્તા પર જતા એક યુવક પર પડી હતી. ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા પાણીની ટાંકી હટાવી યુવકને બચાવવામાં આવ્યો હતો.

Gujarat Surat Trending
પાણીની ટાંકી

@અમિત રૂપાપરા 

બિપરજોય વાવાઝોડાની અસર હજુ પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જોવા મળી રહી છે. વાવાઝોડાની અસરના પગલે કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. મહત્વની વાત છે કે છેલ્લા ચારથી પાંચ દિવસથી રાજ્યમાં અલગ અલગ જગ્યા પર ભારે પવન ફૂંકાવવાના કારણે ઘરની છતના પતરા ઉડવાની કે, પછી વૃક્ષો ધરાશાયી થયા હોવાની ઘટનાઓ સામે આવી છે. તો આવી અકસ્માતોની ઘટનામાં લોકોના મોત થયા હોવાની પણ માહિતી મળી રહી છે. ત્યારે સુરતમાં પણ વાવાઝોડાની અસરના પગલે હજુ પણ કેટલાક વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.

વાવાઝોડાની અસરના પગલે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે સુરતમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. આ ઘટનાની ચર્ચા સૌ કોઈ કરી રહ્યા છે. કારણ કે, આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. આ ઘટનામાં ભારે પવનના કારણે બિલ્ડીંગ પર રહેલી પાણીની ટાંકી હવામાં ફંગોળાઇ રસ્તા પર જતા એક યુવક પર પડી હતી. ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા પાણીની ટાંકી હટાવી યુવકને બચાવવામાં આવ્યો હતો.

વાવાઝોડાની અસરના પગલે સુરતમાં સરેરાશ 35થી 45 કિલોમીટરની ઝડપે પવન છેલ્લા બે દિવસથી ફૂંકાઈ રહ્યો છે. ત્યારે સુરતના ભેસ્તાન વિસ્તારમાં ભારે પવનના કારણે એક અજીબ ઘટના બની છે. સુરતના ભેસ્તાન આવાસમાં ભારે પવનના કારણે બિલ્ડીંગના ટેરેસ પર રહેલી કાળા કલરની પ્લાસ્ટિકની પાણીની ટાંકી પવન સાથે ફંગોળાઈ હતી અને આ ટાંકી ફંગોળાઈને જમીન પર પટકાઈ હતી.

જોકે જે સમયે આ ઘટના બની ત્યારે એક યુવક રસ્તા પરથી પસાર થતો હતો અને આ યુવક પર જ ટાંકી પડી હતી. આ બાબતે આસપાસના સ્થાનિક લોકોને જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીની ટાંકી નીચેથી યુવકને બચાવ્યો હતો. આ ઘટનામાં યુવકને માથા તેમજ કમરના ભાગે ઇજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પાણીની ટાંકીમાં પાણી ન હોવાના કારણે તે પવન સાથે ફંગોળાઇ હોવાનું સ્થાનિક લોકો માની રહ્યા છે. તો બીજી તરફ આ સમગ્ર ઘટના સ્થળ નજીક લાગેલા એક કેમેરામાં કેદ થઈ છે. જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, એક યુવક રસ્તા પરથી પસાર થઈ રહ્યો હોય છે ત્યારે અચાનક જ કાળા કલરની પાણીની ટાંકી પવન સાથે ઉડી આ યુવક પર પડે છે અને ત્યારબાદ આસપાસ બેસેલા લોકો આ યુવકને બચાવવા માટે દોડી જાય છે.

આ પણ વાંચો:વાવાઝોડાથી ચોરોને થયો ફાયદો, ઇડરમાં 11 દુકાનોમાં ત્રાટક્યા તસ્કરો, મંદિરમાં પણ કરી ચોરી

આ પણ વાંચો:બનાસકાંઠા થયું જળબંબાકાર, ભારે પવન અને વરસાદના કારણે ઠેર-ઠેર ભરાયા પાણી અનેક વૃક્ષો ધરાશાયી

આ પણ વાંચો:ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત ક્યારે થશે, અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી

આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં સાઇબર ક્રાઇમની ઘટનામાં સતત વધારો, ઈસમે યુવતીની સગાઈ તોડવા કર્યું એવું કે..