સોશિયલ મિડીયા પર અવનવાર કોઇ નવી ઘટનાના વિડીયો અને ફોટા વાયરલ થતા હોય છે. ઘણી વાર એવી પોસ્ટ પણ વાયરલ થતી હોય છે જેના વીશે આપણે વિચાર્યુ પણ ન હોય અને કોઇ દિવસ જોયુ પણ ન હોય . આપણે એક એવી પોસ્ટની વાત કરવા જઇ રહ્યા છે જે તમને વિચારતા કરી દેશે. આપણે આપણી શાળા કે કોલેજમાં અભ્યાસના સમય દરમિયાન ઘણા બધા Question Paper જોયા હશે. પણ હાલમાં સોશિયલ મિડીયામાં એક પ્રશ્નપત્ર વાયરલ થઇ રહ્યુ છે. જે જોઇને તમે તમારુ હસવાનું રોકી નઇ શકો. આવો જાણીયે આ પ્રશ્નપત્ર માં હસવા જેવુ શુ છે.
તમે જ્યારે કોઇ પરીક્ષા આપવા ગયા હશો , અને કેટલા પ્રશ્નપત્ર પણ જોયા હશો. પણ આવુ પ્રશ્નપત્ર આજદિન સુઘી નહી જોયુ હોય . આ પ્રશ્નપત્રની સુચનામાં લખ્યુ છે કે તમને કેટલા પ્રશ્નો આપવામાં આવ્યા છે. કેટલા પ્રશ્નોના જવાબ આપવાના છે. પેપર કેટલા માર્કનુ છે , કેટલા માર્કથી પાસ થવાનુ છે. તમને કેટલો સમય આપવામાં આવ્યો છે. વાયરલ થઇ રહેલા પ્રશ્નપત્રમાં આવી સુચનાઓ લખેલી છે. અને બીજા બે મુદ્દા પણ ઉમેરવામાં આવ્યા છે. જે વાંચીને તમને પણ હસવુ આવશે. તેમા લખવામાં આવ્યુ છે કે તમને રડવાની છુટ છે પણ ધીરેથી રડજો, અને આગળના મુદ્દામાં લખ્યુ છે કે પ્રશ્નપત્ર પર આંસુ ન લુછવા. તમે ભાગ્યેજ આવી સુચના કોઇ પ્રશ્નપત્રમાં જોઇ હશે.
View this post on Instagram
આ તસ્વીર ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરવામાં આવી હતી. અત્યાર સુધી આ પોસ્ટને 6 લાખ 71 હજાર થી પણ વધારે વ્યુ મળ્યા છે. પોસ્ટને જોયા બાદ એક યુઝર્સે લખ્યુ કે આ 100 ટકા એન્જિનિયરિંગની પરીક્ષાનુ પ્રશ્નપત્ર છે. બીજા યુઝર્સે લખ્યુ કે આ ફિજીક્સ કે એન્જિનિયરિંગનુ પેપર હશે. ત્યારે એક યુઝર્સે લખ્યુ આ કારણે જ પરીક્ષા ઓનલાઇન લેવાય છે.
આ પણ વાંચો:ગુજરાતની સંસદીય ચૂંટણીનાં 75 વર્ષમાં ઇતિહાસ સર્જયોઃ સુરતની બેઠક બિનહરીફ