ઓગસ્ટ મહિનો બે કારણોથી સીને પ્રેમીઓ માટે ખાસ રહેવાનો છે. પહેલું તો એ કે દર્શકોને અલગ- અલગ કન્ટેન્ટની ફિલ્મો જોવા મળશે. બીજુ કારણ એ કે આ મહિને બોક્સ ઓફિસ પર બે નહિ પરંતુ પાંચ ફિલ્મો ક્લેશ થશે. બધી ફિલ્મો મોટા બેનરની અને મોટા સ્ટાર્સની છે. આ ફિલ્મોની યાદીમાં કોમેડી, હોરર, સિરિયસ, એક્શન થ્રિલર, એક્શન ડ્રામા, સ્પોર્ટ્સ ડ્રામા સામેલ છે.
3 ઓગસ્ટે ઇરફાન ખાન ની કારવાં, ઋષી કપૂર અને તાપસી પન્નું ની મુલ્ક અને અનિલ કપૂર–ઐશ્વર્યા રાય ની ફન્ને ખાં રિલીઝ થશે. મુલ્ક એક સોશીયલ ડ્રામા ફિલ્મ છે. વળી, કારવાં કોમેડી ડ્રામા અને ફન્ને ખાં મ્યુઝિકલ મસાલા ફિલ્મ છે. ત્રણે ફિલ્મ માં મુલ્ક અને ફન્ને ખાં નું સારું પ્રમોશન થયું છે. પરંતુ ઇરફાન ખાનની કારવાં સારી રીતે પ્રમોટ નથી થઈ શકી. ઇરફાન લંડનમાં પોતાની બીમારીનો ઈલાજ કરાવી રહ્યા છે. 3 ઓગસ્ટે અસલી કંપેટીશન ફન્ને ખાં અને મુલ્ક વચ્ચે થશે.
15 ઓગસ્ટે અક્ષય કુમાર અને મૌની રોયની ગોલ્ડ તેમજ જોન અબ્રાહમની સત્યમેવ જયતે રિલીઝ થઈ રહી છે. બંને એકટર્સ રિયલ લાઇફમાં સારા મિત્રો છે. અને ઘણી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. સત્યમેવ જયતે સસ્પેન્સ ડ્રામા થ્રીલર ફિલ્મ છે. જે એક્શન થી ભરપુર છે. જ્યારે ફિલ્મ ગોલ્ડ દેશભક્તિ પર બનેલી સ્પોર્ટ્સ ડ્રામા મૂવી છે. સ્વતંત્રતા બાદ 1948 માં ભારતે હોકીમાં જીતેલા પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ પર આધારિત છે. બંને ફિલ્મો એમના કન્ટેન્ટ ના કારણે 15 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે.