Not Set/ દેશના ભાગલા પાડીને નફરતની પાછળ છુપાઈ રહ્યા છે PM મોદી અને શાહ : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકારે દેશના યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી દીધું છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદી અને અમિત શાહે દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડ્યું છે. સુધારેલા નાગરિકત્વ કાયદાને લઈને થયેલા હંગામા વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલે કહ્યું કે મોદી સરકારે દેશના યુવાનોનું ભવિષ્ય બરબાદ […]

Top Stories India Politics
tharur 14 દેશના ભાગલા પાડીને નફરતની પાછળ છુપાઈ રહ્યા છે PM મોદી અને શાહ : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકારે દેશના યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી દીધું છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદી અને અમિત શાહે દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડ્યું છે.

સુધારેલા નાગરિકત્વ કાયદાને લઈને થયેલા હંગામા વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલે કહ્યું કે મોદી સરકારે દેશના યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી દીધું છે. વધુ તેમને જણાવ્યું હતું કે, પીએમ મોદી અને અમિત શાહે દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડ્યું છે.

રાહુલે ટ્વીટ કર્યું, ભારતના યુવાઓ મોદી અને શાહે તમારું ભવિષ્ય બરબાદ કરી દીધું છે. અર્થતંત્રને થયેલા નુકસાન અને રોજગારના અભાવે તેઓ તમારા ક્રોધનો સામનો નથી કરી શકતા. તેથી જ તેઓએ ભારતને વિભાજીત કરીને ફેલાયેલી નફરત પાછળ છુપાઈ ગયા છે. રાહુલે વધુમાં લખ્યું છે કે અમે ફક્ત દરેક ભારતીય પ્રત્યેનો પ્રેમ બતાવીને તેને હરાવી શકીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.