ભારત દેશમાં સેક્સ એજ્યુકેશનના નામ પર આપણે પ્રજનનુ પ્રકરણ વાંચતા હોય છે. પણ કોઇ કારણોસર તેમાં અભાવ જોવા મળે છે. જ્યારે વ્યક્તિનુ શરીર પરિપક્વ થાય છે. ત્યારે તેના હોર્મોનલમાં પણ ઉતાર ચઢાવ જોવા મળે છે. જેના કારણે તમારી જાતિય ઇચ્છામાં ફેરફાર જોવા મળે છે. ઘણી વખત એવી પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય છે કે આપણે કસુ વિર્ચાયા વગર રિલેશનશીપની શરૂઆત કરી દેતા હોય છે. આવી પરિસ્થિતિમાં તમારે શરીર એને સેક્સુઅલ પ્લેજર બંન્ને બાબતોની ખબર હોવી જોઇએ. પહેલીવાર જાતિય સબંધ બાંધતા પહેલા ખચકાટ અને્ શારીરિક ફેરફારોનો ડર પણ રહે છે. આવી પરિસ્થિતિમાં તમને આ બાબતની જાણકારી હોવી જરૂરી છે.
જાતિય સબંધ બાંધતા પહેલા અને પછી પેશાબ કરવો
સ્વચ્છતાનું ઘ્યાન રાખવાની સાથે પેલ્વિક ફ્લોર મસલ્સને સ્વસ્થ રાખવું જરૂરી છે. શારીરિક સબંધ બાધંતા પહેલા મૂત્રાશય ખાલી કરવામાં આવે તો સ્નાયુઓમાં વધારે સંકોચન થતું નથી . જો આવુ ન કરવામાં આવે તો પેલ્વિક ફ્લોર મસલ્સ કમજોર થવાથી યુરિન લીકેજની સમસ્યા પણ થઇ શકે છે. એવુ પણ બની શકે કે જાતિય સબંધ બાંધતી વખતે તમારે વખતે તમારે અધવચ્ચે વિરામ લેવો પડે. વધુમાં, જો આ જાતિય સંભોગ પછી કરવામાં આવે તો, યોનિમાર્ગના છિદ્રમાંથી મોટી માત્રામાં STD બેક્ટેરિયા બહાર નીકળી શકે છે. તેથી તેને હેલ્ધી પ્રેક્ટિસ માનવામાં આવે છે.
હંમેશા પ્રોટેક્શનનો ઉપયોગ કરો
સૌથી મુખ્ય બાબત એ છે કે તમારે પ્રોટેકશન વગર જાતિય સબંધ બાંધવો નહી. આ પ્રેગ્નેન્સીને તો રોકે જ છે . પણ આની મદદથી સેક્સુઅલ ટ્રાંસમિટેડ ડિસીઝ થી પણ બચાવે છે. આ માટે પ્રોટેક્શનનો ઉપયોગ જરૂર કરો.
ફોરપ્લે મદદરૂપ સાબિત થાય છે
તમને જ્યારે અનુભવનો અભાવ હોય ત્યારે ફોરપ્લે હંમેશા મદદરૂપ સાબિત થાય છે. તમને અને તમારા જીવનસાથીને કદાચ ઓછો સંકોચ થશે. તેમજ લુબ્રિકેશન પણ યોગ્ય છે. શરમાળ અનુભવવાને બદલે, તમે તમારા જીવનસાથીની નજીક જવા માટે આ સમયનો ઉપયોગ કરી શકો છો.
લુબ્રિકેશનની કાળજી લેવી જરૂરી
તમે પ્રથમ વખત જાતિય સબંધ બાંધી રહ્યા હોવ, તો શક્ય છે કે યોનિમાર્ગના શરૂઆતમાં લુબ્રિકેશન ન હોય. આવા સમયે તમારે બાહ્ય લુબ્રિકેશનની જરૂર પડી શકે છે. તેના વિના, યોનિમાર્ગમાં ઈજા થવાની સંભાવના હોઈ શકે છે. આ સિવાય તમારું સેક્સ્યુઅલ એન્કાઉન્ટર વધુ પીડાદાયક બની શકે છે.
તમારા પાર્ટનર સાથે તમારી ખચકાટ વિશે વાત કરો
મોટાભાગના લોકો પ્રથમ વખત જાતિય સબંધ બાધંતા પહેલા અચકાતા હોય છે. આવી સ્થિતિમાં, ઘણી વખત તેઓ સમજી શકતા નથી કે તે કેવી રીતે શરૂ કરવુ. ઘણા કિસ્સાઓમાં, વ્યક્તિને સેક્સિુએલીટી એક્સપ્લોર કરવું મુશ્કેલ બની જાય છે. જો તમને ડર લાગે છે અથવા કોઈ કારણસર તમને સંબંધ બાંધવાનું મન થતું નથી, તો તમારા પાર્ટનરને તેના વિશે જણાવો. પ્રથમ મુલાકાત હંમેશા સંકોચના કારણે બગડી જાય છે.
જો તમને તમારા સેક્સ્યુઅલ એન્કાઉન્ટર વિશે થોડી ખચકાટ હોય, તો તમે પહેલા ડૉક્ટરની સલાહ પણ લઈ શકો છો. જાતીય સંબંધ રાખવો એ ખૂબ જ અંગત બાબત છે અને આવી સ્થિતિમાં જો તમે સંપૂર્ણ રીતે તૈયાર ન હોવ તો થોડી ધીરજ રાખવી યોગ્ય છે.
આ પણ વાંચો:ગુજરાતની સંસદીય ચૂંટણીનાં 75 વર્ષમાં ઇતિહાસ સર્જયોઃ સુરતની બેઠક બિનહરીફ