Uttar Pradesh/ એક બાળકે માલગાડીમાં 100 કિમીની મોતની સફર કરી, RPF જવાનોએ બાળકનું કર્યુ રેસ્ક્યુ

સોશિયલ મિડીયા પર એક વિડીયો સામે આવ્યો છે જે જોઇને તમે પણ ચોકી જશો. ઉત્તર પ્રદેશના હરદોઇથી એક ઘટના સામે આવી છે. જેમાં એક બાળકનું રેસ્ક્યુ કરવામાં આવે છે.

India Trending Videos
Cricket Tutorials YouTube Thumbnail 49 એક બાળકે માલગાડીમાં 100 કિમીની મોતની સફર કરી, RPF જવાનોએ બાળકનું કર્યુ રેસ્ક્યુ

સોશિયલ મિડીયા પર એક વિડીયો સામે આવ્યો છે જે જોઇને તમે પણ ચોકી જશો. ઉત્તર પ્રદેશના હરદોઇથી એક ઘટના સામે આવી છે. જેમાં એક બાળકનું રેસ્ક્યુ કરવામાં આવે છે. આ બાળક 100 કિલોમીટર સુઘા માલગાડીના પૈંડા પાસે બેસીને મુસાફરી કરતો હતો. જોકે  બાળકને RPF એ બચાવી લીધો છે.

જાણવા મળી રહ્યુ છે કે આ બાળકનું ઘર રેલ્વે ટ્રેકની બાજુ માં જ છે. રેલ્વે ટ્રેક પર માલગાડી ઉભી હતી અને આ બાળક રમતા રમતા માલગાડી પર ચડી જાય છે અને ત્યાર બાદ તે ઉતરી શકતુ નથી. તે માલગાડીના પૈંડા પાસે જ  બેઠો હતો.

RPF  જવાનોએ જીવ બચાવ્યો
આટલી આકરી ગરમીમાં કોઈ પણ પ્રકારની સગવડ વગર અને કોઈ ડર વિના બાળક  ટ્રેનમાં બેસીને હરદોઈ પહોંચ્યો. એવું કહેવામાં આવ્યું હતું કે તેણે લગભગ 100 કિમી સુધી આ રીતે મુસાફરી કરી છે. જ્યારે હરદોઈમાં RPF ના જવાનોએ આ જોયું તો તેઓએ તેનું રેસ્ક્યુ કર્યુ.

જણાવ મળી રહ્યુ છે કે આ ઘટના 19 એપ્રિલે બની હતી.  RPF પોસ્ટ હરદોઈ અને ચાઈલ્ડ હેલ્પલાઈન હરદોઈ દ્વારા બાળકને સરકારી ચિલ્ડ્રન હોમ લખનૌ મોકલવામાં આવ્યો છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં બાળક ખૂબ જ થાકેલું અને ડરી ગયેલું જોવા મળે છે. જો કે તેનો સુરક્ષિત બચાવ થયો હતો.

આ બાળક લખનૌનો રહેવાસી છે અને તેના પિતા સાથે રેલવે સ્ટેશન પર ભીખ માંગે છે. તે સ્ટેશન પર ઊભેલી માલસામાનની ટ્રેનમાં ચઢી ગયો હતો જ્યારે ટ્રેન નીકળી અને બાળક નીચે ઉતરી શક્યું ન હતું. જ્યારે RPF જવાનોએ તેને 100 કિમી દૂર હરદોઈમાં જોયો તો તેને નીચે ઉતાર્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતની સંસદીય ચૂંટણીનાં 75 વર્ષમાં ઇતિહાસ સર્જયોઃ સુરતની બેઠક બિનહરીફ

આ પણ વાંચો:કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીનો પ્રચંડ પ્રચાર, ‘નજર ના લાગે માટે લાવ્યો છું લીંબુનું તોરણ’ ભાજપ પર આડકતરો પ્રહાર

આ પણ વાંચો:અકોટા બ્રિજ અકસ્માત કેસમાં ચોંકાવનારો ખુલાસો, અકસ્માત સમયે  કાર ચાલક અને તેની મંગેતર વચ્ચે થયો હતો ઝગડો