Not Set/ ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે,શું કહે છે સટ્ટા બજાર,વાંચો

2014 લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપને જીત મળી હતી અને કોંગ્રેસનું ખાતુ પણ ખુલ્યું ન હતુ, પરંતુ આ વખતની ચૂંટણીમાં ઉંચુ મતદાન થયું છે. 52 વર્ષનો રેકોર્ડ તોડીને ગુજરાતની જનતાએ 63.37 ટકા વોટિંગ કર્યું છે. આ વખતે કોંગ્રેસનું ખાતુ ખુલશે તે પણ દેખાઇ રહ્યું છે. મુંબઇ સટ્ટા બજારમાં ભાજપની 19 બેઠકો માટે […]

Top Stories Trending
eoe 7 ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે,શું કહે છે સટ્ટા બજાર,વાંચો

2014 લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપને જીત મળી હતી અને કોંગ્રેસનું ખાતુ પણ ખુલ્યું ન હતુ, પરંતુ આ વખતની ચૂંટણીમાં ઉંચુ મતદાન થયું છે. 52 વર્ષનો રેકોર્ડ તોડીને ગુજરાતની જનતાએ 63.37 ટકા વોટિંગ કર્યું છે.

આ વખતે કોંગ્રેસનું ખાતુ ખુલશે તે પણ દેખાઇ રહ્યું છે. મુંબઇ સટ્ટા બજારમાં ભાજપની 19 બેઠકો માટે 30 પૈસા, 20 બેઠકો માટે 55 પૈસા અને 22 સીટો માટે 85 પૈસા ભાવ ખુલ્યાં છે. અંદાજ પ્રમાણે ગુજરાતમાં કોંગ્રેસને 7 બેઠકો અને ભાજપને 19 બેઠકો મળવાનો અંદાજ છે. જેના પર કરોડો રૂપિયાના સટ્ટા રમાઇ રહ્યાં છે. કેન્દ્રમાં ભાજપને 240 બેઠકો અને કોંગ્રેસને 85 બેઠકો મળશે તેવા અંદાજને આધારે કરોડો રૂપિયાનો સટ્ટો રમાઇ રહ્યો છે.

ગુજરાતમાં ખેડૂતોની પાક વિમા સહિતની અન્ય સમસ્યાઓ અને પાટીદારોની નારાજગીએ ભાજપને નુકસાન કરાવ્યું હોવાનો અંદાજ છે.કોંગ્રેસની ન્યાય યોજનામાં 72 હજાર રૂપિયા લોકોના ખાતામાં આપવાની વાત, સરકાર બની તો 10 દિવસમાં જ ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત સહિતના કેટલાક પ્રજાલક્ષી વચનો કોંગ્રેસને ફાયદો કરાવ્યો હોય તેવું દેખાઇ રહ્યું છે.

ભાજપે પાકિસ્તાન સામે કરેલી સર્જીકલ સ્ટ્રાઇક, પાકિસ્તાનથી પાછા ફરેલા પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદન અને પીઓકેમાં જૈશના આતંકવાદીઓનો ખાત્મો સહિતના મુદ્દે ચૂંટણીમાં વધુ બેઠકોનો પ્રયાસ કર્યો છે. પરંતુ કોંગ્રેસની ન્યાય યોજના અને ખેડૂતોની યોજનાએ તેને ફાયદો કરાવ્યાંનું ચર્ચાઇ રહ્યું છે.