Social Media/ રેસ્ટ્રોરન્ટવાળું આ પરિવારે કરી નાખ્યું , પેટ ભરીને જમ્યા અને પછી બીલ ચૂકવ્યા વિના જ…

સોશિયલ મીડિયા પર અવારનવાર અનેકો વીડિયો અને ચોંકાવનારી ઘટનાનો સામે આવતી રહે છે. ક્યારે કોઈ કિસ્સાઓ યુઝર્સને હસાવે છે તો ક્યારે રડાવે છે. ક્યારેક તો લોકોએ એવી ઘટનાઓ વિષે સોશિયલ મીડિયા વાયરલ કરતા હોય છે.

Trending
Cricket Tutorials YouTube Thumbnail 48 રેસ્ટ્રોરન્ટવાળું આ પરિવારે કરી નાખ્યું , પેટ ભરીને જમ્યા અને પછી બીલ ચૂકવ્યા વિના જ...

સોશિયલ મીડિયા પર અવારનવાર અનેકો વીડિયો અને ચોંકાવનારી ઘટનાનો સામે આવતી રહે છે. ક્યારે કોઈ કિસ્સાઓ યુઝર્સને હસાવે છે તો ક્યારે રડાવે છે. ક્યારેક તો લોકોએ એવી ઘટનાઓ વિષે સોશિયલ મીડિયા વાયરલ કરતા હોય છે. આવમાં હાલ સોશિયલ મીડિયા પર કેટલીક તસ્વીરો વાયરલ થઇ રહી છે. જેમાં જોઈ શકાય છે કે, એક પરિવાર રેસ્ટોરન્ટમાં જમવા આવ્યો છે. પણ બીલ ચુકવ્યા વગર તે ત્યાંથી ભાગી જાય છે. આ ધટના યુકેની છે. જ્યાં એક પરિવારના 8 સદસ્યો એક રેસ્ટોરન્ટમાં જમવા માટે જાય છે અને 329 પાઉંડ એટલે કે 34 હજાર રૂપિયાનું બીલ ચુકવ્યા વગર ત્યાંથી ભાગી જાય છે. આ બાબતને લઇ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઇ છે. જેમાં સિયાઓ સ્વાનસીએ પોસ્ટ દ્વારા કહ્યુ કે ‘ જે પરિવાર આજે સાંજે બીલ ચુકવ્યા વિના રેસ્ટોરન્ટમાંથી ભાગી ગયો, તેને શરમ આવવી જોઇએ’.

પરિવારની તસ્વીર સાથે એક પોસ્ટમાં જણાવવામાં આવ્યુ કે આ પરિવારની એક મહિલાએ તેના કાર્ડથી પૈસા આપવાની કોશીશ પણ કરી હતી. બે વાર પેમેન્ટ ફેલ થયુ. રેસ્ટોરન્ટના સ્ટાફે જણાવ્યુ કે તેનો દિકરો અહી તેમની રાહ જોશે ,અને તે મહિલા કાર્ડ લેવા જશે. થોડો સમય થયો અને તેના દિકરાને કોઇનો ફોન આવ્યો અને તે પણ જતો રહ્યો .

રેસ્ટોરન્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે, રિઝર્વેશન દરમિયાન આપેલો નંબર પણ ખોટો નીક્ળો અને ત્યાર બાદ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. તેમના દ્વારા જણાવામાં આવ્યુ હતુ કે અમારી પાસે તમારો સંપર્ક કરવાનો બીજો કોઇ રસ્તો ન હતો. કારણ કે તમે જે રિઝર્વેશન નંબર આપ્યો હતો એ પણ ખોટો હતો. આખરે અમારે પોલીસની મદદ લેવી પડી. આ સિવાય અમારી પાસે બીજો કોઇ વિકલ્પ ન હતો. કોઇની સાથે આવુ કરવુ એ ખોટુ છે. પણ કોઇ નવા ખુલેલા રેસ્ટોરન્ટ સાથે આવુ કરવુ એ ઘણુ ખોટુ છે.

આ પોસ્ટ શેર થતા સોશિયલ મીડિયાની આ પોસ્ટ પર લોકોએ અનેક પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર્સે કોમેન્ટમાં લખ્યુ છે કે ‘ દરેક રેસ્ટ્રોરન્ટમાં તેમની તસ્વીર લગાવો અને તેને પીન કરાવો. જ્યારે બીજા યુઝર્સે લખ્યુ કે ‘ બધા રેસ્ટ્રોરન્ટના નીયમો બદલવા જોઇએ. જ્યારે ઓર્ડર આપો ત્યારે બીલ ચુકતે કરો, મને ઓર્ડરના સમયે બીલ ચુકવવામાં કોઇ વાંધો નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતની સંસદીય ચૂંટણીનાં 75 વર્ષમાં ઇતિહાસ સર્જયોઃ સુરતની બેઠક બિનહરીફ

આ પણ વાંચો:કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીનો પ્રચંડ પ્રચાર, ‘નજર ના લાગે માટે લાવ્યો છું લીંબુનું તોરણ’ ભાજપ પર આડકતરો પ્રહાર

આ પણ વાંચો:અકોટા બ્રિજ અકસ્માત કેસમાં ચોંકાવનારો ખુલાસો, અકસ્માત સમયે  કાર ચાલક અને તેની મંગેતર વચ્ચે થયો હતો ઝગડો