Not Set/ પૂર્વ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાએ વિશ્વભરની દીકરીઓના ભણતર માટે લોન્ચ કર્યું આ અલાયન્સ

ન્યુયોર્ક અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના પત્ની  મિશેલ ઓબામાએ હાલમાં એક ગ્લોબલ ગર્લ્સ એલાયન્સ લોન્ચ કર્યું છે. આ વિડીયોમાં મિશેલ ઓબામાએ ખુબ જ સુંદર સંદેશો આપ્યો છે. ૧૧ ઓક્ટોમ્બરના રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ ધ ગર્લ ચાઈલ્ડ તરીકે મનાવવામાં આવે છે, આ દિવસે મિશેલ ઓબામાએ આ અભિયાન લોન્ચ કર્યું હતું. તેમણે કહ્યું છે કે જો તમે […]

Top Stories World Trending Videos
michelle obama mini biography પૂર્વ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાએ વિશ્વભરની દીકરીઓના ભણતર માટે લોન્ચ કર્યું આ અલાયન્સ

ન્યુયોર્ક

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના પત્ની  મિશેલ ઓબામાએ હાલમાં એક ગ્લોબલ ગર્લ્સ એલાયન્સ લોન્ચ કર્યું છે. આ વિડીયોમાં મિશેલ ઓબામાએ ખુબ જ સુંદર સંદેશો આપ્યો છે.

૧૧ ઓક્ટોમ્બરના રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઈલ્ડ તરીકે મનાવવામાં આવે છે, આ દિવસે મિશેલ ઓબામાએ આ અભિયાન લોન્ચ કર્યું હતું.

તેમણે કહ્યું છે કે જો તમે એક દીકરીને ભણાવો છો તો તમે કુટુંબને ભણાવી રહ્યા છો, તમે સમાજને ભણાવી રહ્યા છો અને એક રાષ્ટ્રને ભણાવી રહ્યા છો.

ગ્લોબલ ગર્લ્સ એલાયન્સના વિડીયોમાં મિશેલ ઓબામા પણ નજરે જણાય છે.

જુઓ વિડીયો

Instagram will load in the frontend.

વિશ્વભરમાં કુલ મળીને ૯૮ મિલિયન એવી છોકરીઓ છે કે જેમને સ્કુલ ભણવા માટે નથી મોકલવામાં આવતી.

પૂર્વ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાએ આ અભિયાન લોન્ચ કરતી વખતે કહ્યું હતું કે ભણતરનું મુલ્ય ઘણું વધારે છે તે માત્ર દીકરીઓ માટે સારું છે તેવું નથી પરંતુ તેનાથી આપણને પણ ઘણા ફાયદા છે.