આદેશ/ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મના વિવાદ પર આલિયાએ આપ્યું નિવેદન, હાઇકોર્ટે આપ્યો આ આદેશ

‘ગંગુબાઈ કાઠિયાવાડી’ વિરુદ્ધની અરજીને ફગાવી દીધા બાદ હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, “ફિલ્મ 25 ફેબ્રુઆરીએ કોઈપણ અવરોધ વિના રિલીઝ થશે.

Trending Entertainment
17 1 3 'ગંગુબાઈ કાઠિયાવાડી' ફિલ્મના વિવાદ પર આલિયાએ આપ્યું નિવેદન, હાઇકોર્ટે આપ્યો આ આદેશ

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ આ દિવસોમાં જબરદસ્ત ચર્ચામાં છે. દર્શકો જેટલી આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે તેટલી જ આ ફિલ્મ વિવાદોમાં ફસાઈ રહી છે. વાસ્તવમાં, વાસ્તવિક ગંગુબાઈના પરિવારજનોએ સંજય લીલા ભણસાલી પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે અને નિર્દેશક પર ગંગુબાઈની ખોટી છબી બતાવવાનો આરોપ લગાવ્યો છે. ગંગુબાઇ કાઠિયાવાડીનો વિવાદ બોમ્બે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. પરંતુ હજુ સુધી સંજય લીલા ભણસાલી તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. જો કે આલિયાએ હવે આ વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું, ‘ન તો કોઈ વિવાદ કે ન કોઈ ટિપ્પણી મને પરેશાન કરે છે. મને નથી લાગતું કે એક મર્યાદાથી વધુ મને કંઈપણ પરેશાન કરી શકે છે… પછી તે સારી ફિલ્મ હોય કે ખરાબ ફિલ્મ.. તેનાથી કોઈ ફરક પડતો નથી. દર્શકો ફિલ્મ જોયા પછી નક્કી કરે છે… પહેલા કે પછી જે કંઈ થાય છે તે ખરેખર ભાગ્યને બદલી શકતું નથી.’

Instagram will load in the frontend.

બોમ્બે હાઈકોર્ટે બુધવારે બોલિવૂડ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી બે અરજીઓને ફગાવી દીધી હતી. આ સિવાય કોર્ટે ફિલ્મ વિરુદ્ધની બીજી અરજીનો નિકાલ કર્યો હતો. આ ફિલ્મ 25 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે, પરંતુ તે પહેલા તેને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. જેના કારણે હાઈકોર્ટમાં ફિલ્મ વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી, પરંતુ ફિલ્મ નિર્માતાઓને કોર્ટમાંથી રાહત મળી છે. ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ વિરુદ્ધની અરજીને ફગાવી દીધા બાદ હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, “ફિલ્મ 25 ફેબ્રુઆરીએ કોઈપણ અવરોધ વિના રિલીઝ થશે.”