Not Set/ IND v/s ENG: ઇંગલેન્ડને જીતવા 7 વિકેટની જરુર

ઓવલ, ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની અંતિમ અને પાંચમી ટેસ્ટ મેચ ઓવલના ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ ઇનિંગ્સમાં ૩૩૨ રન બનાવી ઓલ આઉટ થઇ ગઈ હતી. જો કે ત્યારબાદ ભારતીય ટીમને પ્રથમ ઇનિંગ્સમાં ૨૯૨ રન પર ઓલ આઉટ કર્યા બાદ યજમાન ટીમે ૪૦ રનની લીડ મેળવી હતી. […]

Trending Sports
DmvByapUYAI1cBt IND v/s ENG: ઇંગલેન્ડને જીતવા 7 વિકેટની જરુર

ઓવલ,

ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની અંતિમ અને પાંચમી ટેસ્ટ મેચ ઓવલના ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ ઇનિંગ્સમાં ૩૩૨ રન બનાવી ઓલ આઉટ થઇ ગઈ હતી.

જો કે ત્યારબાદ ભારતીય ટીમને પ્રથમ ઇનિંગ્સમાં ૨૯૨ રન પર ઓલ આઉટ કર્યા બાદ યજમાન ટીમે ૪૦ રનની લીડ મેળવી હતી. ૪૦ રનની લીડ મેળવ્યા બાદ ચોથા દિવસની શરુઆતના પ્રથમ સત્રમાં ઈંગ્લેંડની ટીમે ૬ વિકેટના નુકશાને ૩૬૧ રન બનાવી લીધા છે અને યજમાન ટીમે ભારત પર ૪૦૧ રનની લીડ ચઢાવી છે. કેપ્ટન જો રૂટ ૧૨૫ રન તેમજ કારકિર્દીની અંતિમ ટેસ્ટ રમી રહેલા ઓપનર બેટ્સમેન કૂક ૧૪૭ રન બનાવી આઉટ થયા છે.

હાલમાં બેન સ્ટોક્સ ૧૩ અને સેમ સેમ કુરન ૪ રને રમતમાં છે. જયારે ભારત તરફથી જાડેજા, મોહમ્મદ શામી અને હનુમાન વિહારીએ અનુક્રમે ૨ – ૨ વિકેટ ઝડપી છે.

ભારતે પ્રથમ ઇનિંગ્સમાં બનાવ્યા ૨૯૨ રન

ભારતીય ટીમે પોતાની પ્રથમ ઇનિંગ્સમાં ૨૯૨ રન બનાવી લીધા છે. પહેલી ઇનિંગ્સની ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર બેટ્સમેન શિખર ધવન માત્ર ૩ રન નોધાવી આઉટ થયો હતો, જયારે કે એલ રાહુલે ૩૭ રન બનાવ્યા હતા.

મિડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારા ૩૭ અને કેપ્ટન વિરાટ કોહલીએ ૪૯ રન બનાવી આઉટ થયા હતા અને પોતાના ઇનિંગ્સને મોટા સ્કોરમાં તબદીલ કરવામાં નિષ્ફળ નીવડ્યા હતા. ત્યારબાદ અજીન્ક્ય રહાને પોતાનું ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયનમાં પાછો ફર્યો હતો, જયારે વૃષભ પંતે માત્ર ૫ રન બનાવ્યા હતા.

પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા હનુમાન વિહારી ૫૬ રન બનાવી આઉટ થયો છે. જયારે ઓલરાઉન્ડર ખેલાડી રવીન્દ્ર જાડેજા સૌથી વધુ ૮૬ રન બનાવી નોટઆઉટ રહ્યો છે.  જયારે ઈંગ્લેંડ તરફથી જેમ્સ એન્ડરસન, મોઈન અલી અને બેન સ્ટોક્સે ૨ – ૨ વિકેટ ઝડપી છે.

ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગ્સમાં બનાવ્યા ૩૩૨ રન

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ ઇનિંગ્સમાં ૩૩૨ રન બનાવ્યા હતા.  ઓપનર બેટ્સમેન જેનિંગ્સ ૨૩ રન, ટેસ્ટ કારકિર્દીની અંતિમ ટેસ્ટ રમી રહેલા એલિસ્ટર કૂકેે ૭૧ રન બનાવ્યા હતા, જ્યારે મોઇન અલીએ ૫૦ રન બનાવ્યા હતા.

66kv4408 jos buttler afp 625x300 08 September 18 1 IND v/s ENG: ઇંગલેન્ડને જીતવા 7 વિકેટની જરુર
sports-ind-vs-eng-5th-test-day-2-india-tour-of-england-2018

જો કે ત્યારબાદ યજમાન ટીમનો ધબડકો થયો હતો. કેપ્ટન જો રૂટ  ૦, જોની બેયરસ્ટો ૦ અને બેન સ્ટોક્સ ૧૧, કરન 0  રન બનાવી આઉટ થયા હતા. ટીમના ધબડકા બાદ જોસ બટલરે ૮૯ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી ટીમનો સ્કોર ૩૦૦ને પાર પહોચાડ્યો હતો.

IMG 20180908 042812 1 IND v/s ENG: ઇંગલેન્ડને જીતવા 7 વિકેટની જરુર
sports-ind-vs-eng-5th-test-day-2-india-tour-of-england-2018

ભારત તરફથી સ્પિન બોલર જાડેજાએ સૌથી વધુ ૪ વિકેટ, જયારે ઇશાંત શર્મા અને બુમરાહે અનુક્રમે ૩ – ૩ વિકેટ ઝડપી હતી.