Not Set/ રાજસ્થાન : ૩૬ વર્ષીય કોમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ મેડાલીસ્ટ ક્રિશ્ના પૂનિયા બનશે MLA

પાંચ રાજ્યોમાં વિધાનસભા ૨૦૧૮ની ચુંટણીના પરિણામ આવી ગયા છે. રાજસ્થાનમાં કોંગ્રેસે ૧૯૯માંથી ૧૦૧ સીટ પર જીત મેળવી છે જયારે ભારતે ૭૩ સીટ જીતી છે. કોમનવેલ્થ ગેમના ગોલ્ડ મેડાલીસ્ટ ક્રિશ્ના પૂનિયાએ સદુરપુરની વિધાનસભા બેઠકથી વિજય મેળવ્યો છે. કોંગ્રેસે ક્રિશ્નાને ટીકીટ આપતા ૭૦,૦૨૦ વોટથી તેમનો વિજય થયો છે. બીએસપી MLA મનોજ ન્યાનગલીને ૧૮,૦૮૪ વોટ મળ્યા હતા. બીએસપી […]

Top Stories India Trending Politics
krishnapoonia2010afp 1483446702 રાજસ્થાન : ૩૬ વર્ષીય કોમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ મેડાલીસ્ટ ક્રિશ્ના પૂનિયા બનશે MLA

પાંચ રાજ્યોમાં વિધાનસભા ૨૦૧૮ની ચુંટણીના પરિણામ આવી ગયા છે. રાજસ્થાનમાં કોંગ્રેસે ૧૯૯માંથી ૧૦૧ સીટ પર જીત મેળવી છે જયારે ભારતે ૭૩ સીટ જીતી છે.

કોમનવેલ્થ ગેમના ગોલ્ડ મેડાલીસ્ટ ક્રિશ્ના પૂનિયાએ સદુરપુરની વિધાનસભા બેઠકથી વિજય મેળવ્યો છે. કોંગ્રેસે ક્રિશ્નાને ટીકીટ આપતા ૭૦,૦૨૦ વોટથી તેમનો વિજય થયો છે.

Image result for krishna poonia

બીએસપી MLA મનોજ ન્યાનગલીને ૧૮,૦૮૪ વોટ મળ્યા હતા. બીએસપી લીડરને હરાવીને કોંગ્રેસે આ સીટ પોતાના નામે કરી છે.

આની પહેલા પણ પૂનિયાએ એક વખત ચૂંટણી લડી હતી આ તેમનો બીજો પ્રયત્ન રહ્યો છે.

Related image

૩૬ વર્ષીય ક્રિશ્ના પૂનિયાએ વર્ષ ૨૦૧૦માં દિલ્લી કોમનવેલ્થ ગેમમાં ડીસ ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એટલું જ નહી પણ એશિયન ગેમમાં પણ બે વખત બ્રોન્ઝ મેડલ જીતી ચુક્યા છે.

વર્ષ ૨૦૧૧માં ભારત સરકારે તેમને પદ્મ શ્રી એવોર્ડથી સમ્માનિત પણ કર્યા હતા.