New Year/ શરૂ થતું નવું વર્ષ કઈ રાશિના જાતકોને જેકપૉટ અપાવશે?

આવનારું નવું વર્ષ તમને કઈ કઈ બાબતોમાં ખુશીઓ અપાવશે? અને કઈ બાબતો તમને કરી શકે છે નિરાશ??

Rashifal Trending Dharma & Bhakti
B6C4D897 E8CB 4EC4 A00D C521DFD5058E શરૂ થતું નવું વર્ષ કઈ રાશિના જાતકોને જેકપૉટ અપાવશે?

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

 

આવનાર વિક્રમ સંવત  ૨૦૭૮નું વર્ષ મેષ રાશી માટે કેવું રહેશે ?
મેષ (અ, લ , ઈ) :
વિક્રમ સંવત ૨૦૭૮ માં ગુરુ ભાવ ૧૦ થી ૧૨ માં પરિભ્રમણકરશે.
કર્મને લાભ સ્થાનનો શનિ સ્થિર ગતિએ પ્રગતિમાં સહાયક બનશે.
રાહુ પરિવાર ભાવમાંથી નીકળી જતા પારિવારિક પ્રશ્નો હળવાથશે.
કેન્દ્ર માંથી પસાર થતો મંગળ ઉત્સાહ અને ઉમંગમાં વધારોકરશે.
સ્વાસ્થ્યની દ્રષ્ટીએ:
ઉત્સાહ અને ઉમંગ રહેશે.
સારી તંદુરસ્તી મેળવવા ખર્ચ થશે.
વડીલોને તંદુરસ્તીના અંગે ખર્ચ થશે.
સામાજિક કાર્યોમાં વધુ પડતા ઉદાર બનો.
આર્થિક દ્રષ્ટીએ:
આર્થિક રીતે વિકાસ થશે.
આર્થિક વિવાદિત પ્રશ્નો ઉકેલાશે.
નવા કરારો કે પ્રોજેક્ટો મંદ ગતિએ થશે.
ખર્ચમાં ગણતરી ખોટી પડી શકે તેમ છે.
વ્યવસાયિક દ્રષ્ટીએ:
વ્યવસાયમાં પ્રગતિ થઈ શકે.
નવા સંબંધો વ્યવસાયમાં લાભદાયી રહેશે.
નોકરીની નવી તકો પ્રાપ્ત થશે.
વ્યવસાયમાં ભાગીદારીના લગતા પ્રશ્નો હલ થશે.
આવનાર વિક્રમ સંવત  ૨૦૭૮નું વર્ષ વૃષભ રાશી માટે કેવું રહેશે ?
વૃષભ (બ, વ, ઉ) :-
વિક્રમ સંવત૨૦૭૮માં નવમો દસમો ગુરુ, નવમો શનિ તથાપહેલે રાહુલ પરિભ્રમણ કરશે.
રાહુ અનુભવની ગલીઓમાંથી પસાર કરાવશે.
ધનસ્થાન ઉપર ગુરુની દૃષ્ટિ આર્થિક ક્ષેત્રે મજબૂતી પ્રદાનકરાવશે.
સપ્તમકેતુ ઘણી વખત ગુડ પ્રશ્નોથી ચિંતિત રાખશે.
સ્વાસ્થ્યની દ્રષ્ટીએ:
સામાજિક તથા ધાર્મિક કાર્યોમાં દોડધામ કરવાથી થાકનીસમસ્યા રહેશે
મનોભાર સર્જાય તેનું ધ્યાન રાખવું.
તંદુરસ્તી એકંદરે સારી રહેશે.
નાની બીમારીઓથી ચિંતિત રહો.
આર્થિક દ્રષ્ટીએ:
આર્થિક ક્ષેત્રે લાભ થશે.
ધર્મ કાર્યો પાછળ ખર્ચ થશે.
આકસ્મિક ખર્ચ થશે.
ભૌતિક સુખસમૃધ્ધિ પાછળ ખર્ચ થશે.
વ્યવસાયિક દ્રષ્ટીએ:
કાર્યક્ષેત્રે પ્રગતિ થશે.
અગત્યના નિર્ણય સમજદારીપૂર્વક લેશો.
નવા પ્રોજેક્ટમાં વિલંબ થશે.
ભાગીદારીના ધંધામાં પ્રગતિ થશે.
આવનાર વિક્રમ સંવત  ૨૦૭૮નું વર્ષ મિથુન રાશી માટે કેવું રહેશે ?
મિથુન (ક, છ, ઘ) :-
વિક્રમ સંવત૨૦૭૮માં પાંચમે સૂર્ય, ચંદ્ર, મંગળ ,બુધ ,કેતુ સાથેશુક્ર આઠમે ,ગુરુ શનિ પ્લૂટો નવમે નેપ્ચ્યુન અગિયારમે હર્ષલતથા બારમે રાહુ રહેલો છે.
વર્ષ દરમિયાન નાની પનોતી ચાલુ રહે છે.
મંગળ ગ્રહની અનુભવની ગલીઓમાંથી પસાર કરાવશે.
સ્વાસ્થ્યની દ્રષ્ટીએ:
તંદુરસ્તી એકંદરે મધ્યમ રહેશે.
માનસિક શાંતિ અનુભવશો.
સંતાન ની રહેણી કરણીથી ચિંતિત રહેશો
આળસ અનુભવશો.
આર્થિક દ્રષ્ટીએ:
આર્થિક ક્ષેત્રે વિકાસ થશે.
આર્થિક હળવાશ અનુભવશો.
ખર્ચ વધતો હોય તેવું લાગશે.
રોકાણ થઇ શકશે.
વ્યવસાયિક દ્રષ્ટીએ:
ભાગીદારીના ધંધામાં ઉદારતા રાખો.
સમજદારી પૂર્વક રોકાણ કરશો.
કાર્યક્ષેત્રમાં મનોભાર સર્જાય.
સહકર્મચારીઓ સાથે ની ગેરસમજ દૂર કરી શકે
આવનાર વિક્રમ સંવત  ૨૦૭૮નું વર્ષ કર્ક રાશી માટે કેવું રહેશે ?
કર્ક (ડ , હ) :-
વિક્રમ સંવત૨૦૭૮માં ચોથે શનિ નિયભંગ થતો ગુરુ તથાઅગિયારમે રાહુ રહેલો છે.
વર્ષના મધ્ય ભાગમાં પનોતી સર્જતો શનિ અનુભવનીગલીઓમાંથી પસાર કરાવશે.
આર્થિક ક્ષેત્રે પ્રગતિ થશે.
આરામ પ્રત્યે જાગૃત રહેશો.
સ્વાસ્થ્યની દ્રષ્ટીએ:
બિનજરૂરી ચિંતા રહેશે.
નિરાશા અનુભવશો.
નાની નાની બીમારીઓથી રહેશે.
તંદુરસ્તી એકંદરે સારી રહેશે.
આર્થિક દ્રષ્ટીએ:
બાકી રહેલા નાણાં પાછા આવશે.
રોકાણ સમજદારીપૂર્વક કરો.
શિક્ષણ તથા સ્વાસ્થ્ય પાછળ ખર્ચ થશે.
માતૃ પક્ષથી લાભ થશે.
વ્યવસાયિક દ્રષ્ટીએ:
કર્મચારીઓના પ્રશ્નો હળવા બનશે.
હરીફો સામે વિજય પ્રાપ્ત થશે.
મહેનતનું ફળ મળશે.
આવનાર વિક્રમ સંવત  ૨૦૭૮નું વર્ષ સિંહ રાશી માટે કેવું રહેશે ?
સિંહ (મ , ટ) :-
વિક્રમ સંવત૨૦૭૮માં થ્ઠે સ્વગૃહી શનિ નિયભંગ થતો ગુરુદસમે રાહુ રહેલ છે.
વર્ષ દરમિયાન નાની કે મોટી પનોતી નથી.
રાહુ અનુભવની ગલીઓમાંથી પસાર કરાવશે.
શનિદેવ ગંભીર બની મહેનતનું ફળ મેળવી આપશે.
ગુરુ ધર્મ કાર્યોમાં સહાયક બનશે.
સ્વાસ્થ્યની દ્રષ્ટીએ:
તંદુરસ્તી એકંદરે સારી રહેશે.
જૂની બીમારીઓ દૂર થશે.
ઘણી વખત ચિંતા અનુભવશો.
જીવનસાથીના સ્વાસ્થ્યના પ્રશ્નોથી ચિંતિત રહેશો.
આર્થિક દ્રષ્ટીએ:
આર્થિક ક્ષેત્રે પ્રગતિ થશે.
અટવાયેલા નાણાં પાછા આવશે.
ખર્ચ સમજદારીપૂર્વક કરો.
નવી જવાબદારી મળે.
વ્યવસાયિક દ્રષ્ટીએ:
ભાગીદારીમાં રહેલા પ્રશ્નોનું નિરાકરણ થશે.
નવા પ્રોજેક્ટો કે યોજનાઓ મળે.
નાણાંનું રોકાણ મનોભાર સર્જી શકે.
અધિકારીઓ સાથે વિવાદ કરશો નહીં.
આવનાર વિક્રમ સંવત  ૨૦૭૮નું વર્ષ કન્યા રાશી માટે કેવું રહેશે?
કન્યા (પ , ઠ, ણ) :
વિક્રમ સંવત૨૦૭૮માં ચોથે સ્વગૃહી શનિ, નિયભંગ થતો ગુરુ, અગિયારમે રાહુ રહેલો છે.
વર્ષના મધ્ય ભાગમમાં પનોતી સર્જતો શનિ અનુભવનીગલીઓમાંથી પસાર કરાવશે.
આર્થિક ક્ષેત્રે પ્રગતિ થશે.
આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રગતિ કરી મનને શાંતિ મેળવવાના પ્રયાસકરશો.
સ્વાસ્થ્યની દ્રષ્ટીએ:
બિમારીઓથી રાહત મળશે.
ખાનપાનમાં ધ્યાન રાખવું.
થાકની ફરિયાદ રહેશે.
સકારાત્મક અભિગમ અપનાવશો.
આર્થિક દ્રષ્ટીએ:
આર્થિક રોકાણો સમજદારીપૂર્વક કરશો.
અટકાયેલા નાણા પાછા આવશે.
નવા સંબંધો લાભદાયી બને.
ઋણ મુક્ત થઈ શકાય.
વ્યવસાયિક દ્રષ્ટીએ:
પારિવારિક સંયુક્ત ધંધામાં પ્રગતિ થાય.
પ્રવાસ લાભદાયી નીવડશે.
પારિવારિક વ્યવસાયનું વિસ્તૃતિકરણ થશે.
હરીફો કે પ્રતિસ્પર્ધીઓ થી હળવાશ અનુભવશો
આવનાર વિક્રમ સંવત  ૨૦૭૮નું વર્ષ તુલા રાશી માટે કેવું રહેશે ?
તુલા (ર , ત) :-
વિક્રમ સંવત૨૦૭૮માં ચોથી સ્વગૃહી શનિ નિયભંગ થતો ગુરુતથા આઠમે રાહુ રહેલો છે.
મંગળગ્રહ અનુભવની ગલીઓમાંથી પસાર કરાવશે.
રાશિ ઉપર શનિની દૃષ્ટિ ધીર ગંભીર બનશે.
નાની પનોતી નાનામોટા અનુભવ કરાવશે.
સ્વાસ્થ્યની દ્રષ્ટીએ:
સ્વાસ્થ્યની તકેદારી રાખવી પડશે.
શરીરનું વજન વધે તેનું ધ્યાન રાખવું.
ઉત્સાહ ને ઉમંગ અનુભવશો.
સકારાત્મક વલણ બનશે
આર્થિક દ્રષ્ટીએ:
આર્થિક ક્ષેત્રે લાભપ્રાપ્ત થશે.
ખોટું રોકાણ થાય તેનું ધ્યાન રાખવું.
આકસ્મિક કોઈ ખર્ચ આવી શકે છે.
અટવાયેલા નાણાં પાછા આવશે.
વ્યવસાયિક દ્રષ્ટીએ:
રિયલ એસ્ટેટ ક્ષેત્ર વાળાને ફાયદો થશે.
નવા પ્રોજેક્ટો મંદ ગતિએ ચાલુ થશે.
નોકરીમાં પ્રગતિ થશે.
અધિકારી સાથે બગડેલા સંબંધો સુધરશે.
આવનાર વિક્રમ સંવત  ૨૦૭૮નું વર્ષ વૃશ્વિક રાશી માટે કેવું રહેશે ?
વૃશ્વિક (ન, ય) :-
વિક્રમ સંવત૨૦૭૮માં પહેલે કેતુ , ત્રીજે ચોથે પાંચમે ગુરુ તથા ત્રીજે ચોથે શનિ પરિભ્રમણ કરશે.
નાની પનોતીનો મનોભાર લાગશે.
કેન્દ્ર્રમાં પાપ ગ્રહો રહેતા વિવિધ અનુભવો મળશે.
રાહુ સાતમે છે સામાજિક સબંધોને નવા સ્વરૂપમાં નિહાળશો.
સ્વાસ્થ્યની દ્રષ્ટીએ:
બિનજરૂરી મનો ભાર લાગશે.
કસરત કરવાની જરૂર રહેશે.
નાની નાની બીમારીઓથી સાવચેત રહો.
સ્વાસ્થ્યની બાબતમાં દોડધામ થઈ શકે છે.
આર્થિક દ્રષ્ટીએ:
આવક સામે જાવક નું પ્રમાણ વધશે.
સામાજિક કાર્યોમાં ખર્ચ વધે.
આર્થિક નુકસાન થઈ શકે છે.
લોન માંથી મુક્તિ મળી શકે.
વ્યવસાયિક દ્રષ્ટીએ:
સંતાનોના નામથી ધંધો હશે તો પ્રગતિ થશે.
ભાગીદારી સમજપૂર્વક કરશો.
નવા સાધનો ખરીદી શકાય.
નવા પ્રોજેક્ટ કે કરાર મળી શકે.
આવનાર વિક્રમ સંવત  ૨૦૭૮નું વર્ષ ધન રાશી માટે કેવું રહેશે ?
ધન (ભ, ધ, ફ, ઢ) :-
વિક્રમ સંવત૨૦૭૮માં બીજે, ત્રીજે, ચોથે ગુરુ ,બીજે ચોથે શનિતથા થ્ઠે રાહુ પરિભ્રમણ કરશે.
મોટી પનોતીના ચક્રમાંથી મુક્ત થશો.
કેન્દ્રનો ગુરુ કારાત્મક વિચારસરણી સ્વીકારવામાં મદદરૂપથશે.
સામાજિક કાર્યોમાં જશ પ્રાપ્ત થશે.
સ્વાસ્થ્યની દ્રષ્ટીએ:
વધારે ચિંતા ન કરો.
પારિવારિક જીવનમાં શાંતિ લાવશે.
મોટો રોગની સંભાવના ઓછી રહેશે.
હિંમત અને આત્મવિશ્વાસમાં વધારો થશે.
આર્થિક દ્રષ્ટીએ:
આર્થિક લાભ થી આનંદ થશે.
નવું રોકાણ જરૂરી બનેશે.
નાના લાભ થશે.
વિવાદોથી આર્થિક નુકસાન સંભવી શકે છે
વ્યવસાયિક દ્રષ્ટીએ:
ભાગીદારી ના પ્રશ્નો ઉકેલાશે.
જીવનસાથીના નામથી ધંધો હશે તો પ્રગતિ થશે.
કર્મચારીઓની માંગ વધશે.
વસ્તુઓની ગુણવત્તા ઉપર ધ્યાન આપવું જરૂરી રહેશે.
આવનાર વિક્રમ સંવત  ૨૦૭૮નું વર્ષ મકર રાશી માટે કેવું રહેશે ?
મકર (ખ, જ) :-
વિક્રમ સંવત૨૦૭૮માં પહેલે,બીજે,ત્રીજે ગુરુ ,પહેલે ,બીજે શનિપાંચમે ચોથે રાહુ પરિભ્રમણ કરશે.
મોટી પનોતીના અનુભવમાંથી પસાર થશો.
કેન્દ્રનો ગુરુ આકાંક્ષાઓને મંઝિલે પહોંચવાની હિંમત આપશે.
ચોથો રાહુના નોભારમાંથી મુક્ત રહેવા કોશિશ કરશો.
સ્વાસ્થ્યની દ્રષ્ટીએ:
સ્વાસ્થ્ય સારું રહેશે.
બહારનું ખાવાપીવામાં ધ્યાન રાખવું.
કાર્યશક્તિ સારી રહેશે.
નાની મોટી ચિંતા ઉદ્ભવી શકે છે.
આર્થિક દ્રષ્ટીએ:
નાના મોટા લાભો પ્રાપ્ત થશે.
શિક્ષણ કે વ્યવહારિક ખર્ચ વધશે.
આકસ્મિક ખર્ચ ઉદ્ભવી શકશે.
આર્થિક વહિવટ સમજદારીપૂર્વક કરવા.
વ્યવસાયિક દ્રષ્ટીએ:
નવા ભાગીદાર બની શકે છે.
સંયુક્ત ધંધામાં વિકાસ રહેશે.
એકથી વધારે ધંધા કરવા શક્ય બનશે.
ધંધામાં નવા સાધનો વસાવી શકાશે.
આવનાર વિક્રમ સંવત  ૨૦૭૮નું વર્ષ કુંભ રાશી માટે કેવું રહેશે ?
કુંભ (ગ, શ, સ, ષ) :-
વિક્રમ સંવત૨૦૭૮માં ચોથે ,ત્રીજે રાહુ બારમેં , પહેલે શનિ તથાબારમે ,પહેલે, બીજે ગુરુ પરિભ્રમણ કરશે.
ગુરુ ધર્મ વૃત્તિ સાથે આર્થિક વિકાસમાં સહાયરૂપ બનશે.
ચોથો રાહુ મનોભારની ગલીઓમાંથી પસાર કરાવશે.
શનિ લાગણીના સંબંધોમાં મૃગજળનો અનુભવ કરાવશે.
સ્વાસ્થ્યની દ્રષ્ટીએ:
ઘણીવાર કારણ વગરની ચિંતા થશે.
રોગ પ્રતિકારક શક્તિ વધશે.
માતૃપક્ષના સગા સંબંધીઓમાં સ્વાસ્થ્યની તકલીફો રહે.
વધુ પડતો ઉજાગરો કે દોડધામ કરવા.
આર્થિક દ્રષ્ટીએ:
પારિવારિક પ્રશ્નો ઉકેલાતા લાગશે.
આર્થિક નવા કરારો મળશે.
ખોટું રોકાણ થાય તેનું ધ્યાન રાખવું.
આર્થિક વિકાસ મંદ ગતિએ પરંતુ સ્થિરગતિએ થશે.
વ્યવસાયિક દ્રષ્ટીએ:
નવા સંબંધો લાભદાયી નીવડશે.
સંતાનોના નામથી ધંધો હશે તો સારું ફળ મળશે.
વ્યવસાયિક મુસાફરી લાભદાયી નીવડશે.
વ્યવસાયમાં અગત્યનો નિર્ણય લેવાશે.
આવનાર વિક્રમ સંવત  ૨૦૭૮નું વર્ષ મીન રાશી માટે કેવું રહેશે ?
મીન (દ, ચ, ઝ, થ) :-
વિક્રમ સંવત૨૦૭૮માં ત્રીજે રાહુ અગિયારમે સ્વગૃહી શનિ તથાનિયભંગ થતો ગુરુ રહેલો છે.
ગુરુની ભાગ્યસ્થાન ઉપર દ્રષ્ટિ રહેતા પ્રગતિ થશે.
વર્ષના ઉત્તરાર્ધમાં મોટી પનોતીનો આરંભ થશે.
નાણાકીય ક્ષેત્રે જાગૃત રહેશો.
સ્વાસ્થ્યની દ્રષ્ટીએ:
સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે.
જૂની બિમારીઓથી રાહત મળશે.
ચિંતા થાય તેનું ધ્યાન રાખવું.
દરરોજ કસરત કરવી.
આર્થિક દ્રષ્ટીએ:
સામાજિક કાર્યો પાછળ ખર્ચ થશે.
મિત્રોની સલાહ લઈ શકો છો.
વિદેશથી  લાભ થશે
નવી વસ્તુઓ વસાવી શકો.
વ્યવસાયિક દ્રષ્ટીએ:
આવકમાં વૃધ્ધિ થશે.
અટવાયેલા નાણાં પાછા આવશે.
નવા પ્રોજેક્ટમાં વિલંબ આવી શકે છે.
વેપારી સંબંધો લાભદાયી નીવડશે.